પેરિસમાં રવિવારે બે બ્રિટિશ પર્યટકો સહિત સાત લોકો એક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને અન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકો પર એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કર્યો છે. જેના કારણે તેઓ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ વ્યક્તિ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. હાલ આ ઘટનાને આતંકી હુમલાની નજરે નથી જોવામાં આવી રહી.
કેટલાંક લોકોએ તેને અટકાવવાની કોશિશ કરી હતી. પહેલાં હુમલાખોરે લોકો પર લોખંડના સળિયાથી હુમલો કર્યો. એક વ્યક્તિએ તેને અટકાવવાની કોશિશ કરી તો આરોપીએ આ સળિયો તેને છૂટો માર્યો હતો.
આરોપીએ પછી ચાકૂ કાઢ્યું હતું અને આડેધડ લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
હાલ પોલીસે હુમલાખોર પર હત્યાની કોશિશનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પેરિસમાં રાહદારીઓ પર ચાકૂ અને લોખંડના સળિયાથી હુમલો, 7 ઘાયલ
Views 66