નવગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને ધન, પુત્ર અને વિદ્યાનો કારક માનવામાં આવે છે. કહેવાય છે કે તેમની પૂજ જ્ઞાન અને બુદ્ધિની સાથે-સાથે ભાગ્ય વૃદ્ધિ, વિવાહ અને સંતાન સુખ આપનારી માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ ગુરુના બળવાન થવા પર વ્યક્તિ શાસ્ત્ર, વિદ્યા, જ્ઞાન દ્વારા પ્રતિષ્ઠા, ધન અને સુખ મેળવે છે.
આ મંત્રના જપ માટે વિશેષ રીતે ગુરુવારનો દિવસ ખૂબ શુભ હોય છે. તે સિવાય આ મંત્રનો જપ તમે અન્ય દિવસે પણ કરી શકો છો. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સંભવ હોય તો પીળા વસ્ત્ર પહેરીને ગુરુ બૃહસ્પતિની ઉપાસનામાં પીળી પૂજા સામગ્રી અર્પિત કરો. પીળા ફૂલ, પીળા વસ્ત્ર, પીળા રંગના નૈવદ્ય ગુરુ બૃહસ્પતિને ખૂબ પ્રિય માનવામાં આવે છે. ત્યાર પથી નીચે લખેલા ગુરુ ગાયત્રી મંત્રનો યથા શક્તિ આસન પર બેસીને ઓછામાં ઓછા 108 વખત જપ કરો.
ॐ अंगिरोजाताय विद्महे,वाचस्पते धीमहि, तन्नो गुरु: प्रचोदयात।।
1 મંત્રથી જીવનમાં આવી જશે અઢળક ખુશીઓ
Views 68