પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને પતાવી દીધો:પતિને લીંબડાના ઝાડ સાથે બાંધીને દાતરડાના ઘા મારી હત્યા કરી, લાશને બાજુના ખેતરમાં દાટી ગુમ થયાનું રટણ કર્યું
*એકવાર લાશને ખેતરમાં દાટી, પકડાઇ જવાની બીકે ફરી બહાર કાઢી બાજરીના ખેતરમાં નાખી * બાજુના ખેતરનો ખેડૂત બાજરી વાઢવા ગયો ત્યારે ત્રણ મહિને ભાંડો ફુટ્યો
પાલનપુરના પીપળીભા ગામમાંથી એક ચોકાનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિના અગાઉ પત્નીએ પોતાના પ્રેમમાં અવરોધરૂપ બનતા પતિને પ્રેમી સાથે મળીને પતાવી દીધો હતો. લાશને બાજુના ખેતમાં દાટીને પતિ ગુમ થયો હોય એમ મગરના આસુ સાર્યા હતા. જોકે, કહેવત છે કે, ‘પાપ છાપરે ચડીને પોકારે’ એમ અંતે ત્રણ મહિના બાદ પતિનું કંકાલ મળતા પત્નીના કરતુતનો ભાંડો ફુટી ગયો છે.
*ગુમ થયાના ત્રણ મહિને કંકાલ મળ્યું
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, ગત તારીખ 20 જૂન 2022ના રોજ પીપળીભા ગામના અમરાભાઇ પ્રજાપતિ પોતાના ખેતમાં બાજરી વાઢવા જતા ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું. અમરાભાઇ ગભરાઇ જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે માવન કંલાક કબ્જે કરીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતુ અને ગુમ થયેલા લોકોની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પોલીસે કંકાલ પરથી મળેલા કપડા અને હાથે પહેરવાના પ્લાસ્ટિકના પટ્ટાના આધારે પણ તપાસ હાથ ધરી હતી.
*પરિવારને પત્ની પર શંકા ગઇ
પોલીસની આ તપાસમાં ગત તારીખ 17 મે 2022ના રોજ ગુમ થયેલા રમેશભાઈ ગમારના પરિવારજનોને બોલાવી ઓળખ હાથ ધરી હતી. જેમાં આ કંકાલ રમેશભાઈ ગમારનું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે પરિવારજનોની પુછપરછ આદરી હતી. જેમાં પરિવારજનોને રમેશની પત્ની લીંબુ પર શંકા ગઇ હતી. પોલીસે લીંબુની આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને સમગ્ર હકિકત પોલીસ આગળ વર્ણવી હતી.
*પત્નીએ સમગ્ર હકિકત પોલીસ સમક્ષ વર્ણવી
રમેશ ગમારની પત્ની લીંબુએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મારે ગામના જ રાહુલ પટણી સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા એકાદ વર્ષથી અને એકદમ નજીક આવી ગયા હતા. રાહુલ ઘરે આવતો તે રમેશને ગમતું નહોતુ. જેથી તે મને મારઝુડ કરતો હતો. ત્યારબાદ રમેશને મારા અને રાહુલના સંબંધો વિશે ખ્યાલ આવી જતા તે દારૂ પીને દરરોજ મારી જોડે મારકુટ કરતો હતો. જેથી હું કંટાળી ગઇ હતી.
*પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો પ્લાન ઘડ્યો
પતિના ત્રાસની આ વાત મેં મારા પ્રેમીને કરી હતી અને ત્યારબાદ અને રમેશનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ એક રાત્રે રમેશ પુષ્કળ દારૂના નશામાં ઘરે આવ્યો હતો, એ વાતની મે રાહુલને જાણ કરી અને રાહુલ પણ મારા ઘરે આવ્યો. ત્યારબાદ અમે રમેશને નશાની હાલતમાં ખેતરમાં લઇ ગયા અને લીંબડાના ઝાડ સાથે બાંધી દીધો. રાહુલ સાથે મળીને મે રમેશને દારતડાના અસંખ્ય ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વાતની કોઇને જાણ ન થાય તે માટે લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને બાજુના ખેતમાં ખાડો ખોદીને દાટી દીધી હતી.
*પકડાઇ જવાની બીકે લાશને બીજા ખેતરમાં નાંખી
ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી વાઢવાની હોવાથી આ વાતની કોઇને ખબર ના પડે તેથી લાશને ફરી બહાર કાઢીને અન્ય ખેતરમાં બાજરીનું વાવેતર કર્યુ હતું. ત્યા નાખી દીધી હતી. પોલીસ સમક્ષ આ હકિકત રમેશની પત્ની લીંબુએ વર્ણવી હતી. જેથી પોલીસે પત્ની ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
*પતિ વારંવાર પ્રેમ સંબંધ બાબતે મારતો હતો એટલે ખૂન કર્યું: નિષ્ઠુર પત્નીની કબૂલાત
પોલીસે પરિવારજનોની પુછપરછ આદરી હતી. જેમાં પરિવારજનોને રમેશની પત્ની પર શંકા ગઇ હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને સમગ્ર હકિકતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. રમેશ ગમારની પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મારે ગામના જ સગીર સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા એકાદ વર્ષથી અમે એકદમ નજીક આવી ગયા હતા. તે ઘરે આવતો તે રમેશને ગમતું નહોતુ. જેથી તે મને મારઝુડ કરતો હતો. ત્યારબાદ રમેશને અમારા સંબંધો વિશે ખ્યાલ આવી જતા તે દારૂ પીને દરરોજ મારી જોડે મારકુટ કરતો હતો. જેથી હું કંટાળી ગઇ હતી.
પતિના ત્રાસની આ વાત મેં મારા પ્રેમીને કરી હતી અને ત્યારબાદ અમે રમેશનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ એક રાત્રે રમેશ પુષ્કળ દારૂના નશામાં ઘરે આવ્યો હતો, જેથી પ્રેમી મારા ઘરે આવ્યો. રમેશને નશાની હાલતમાં ખેતરમાં લઇ ગયા અને લીમડાના ઝાડ સાથે બાંધી દીધો. મે અને મારા પ્રેમીએ રમેશને ગળા પર દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વાતની કોઇને જાણ ન થાય તે માટે લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને બાજુના ખેતરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી.
*એક ખેતરમાંથી દાટેલી લાશ બહાર કાઢી બીજા ખેતરમાં દાટી
સગીર વયના પ્રેમી અને રમેશની પત્નીએ હત્યા કર્યા પછી લાશને ખેતરમાં દાટી હતી જોકે ખેતરમાં બાજરી વાઢવાની હોવાથી આ વાતની કોઇને ખબર ના પડે તેથી લાશને ફરી બહાર કાઢીને અન્ય ખેતરમાં બાજરીનું વાવેતર કર્યું હતું ત્યાં દાટી દીધી હતી. અહેવાલ – ટોફીક હુસેન