તસ્કરી:કુકરવાડામાં ધોળેદહાડે ખેડૂતના મકાનમાંથી રૂ.72 હજારની ચોરી

Views 129

                                                 તસ્કરી:કુકરવાડામાં ધોળેદહાડે ખેડૂતના મકાનમાંથી રૂ.72 હજારની ચોરી

  • રોકડ 68500-ફ્રીજ પર મૂકેલ મોબાઇલ ચોરી ગયા
  • પરિવાર ખેતરમાં ખેતી ​​​​​​​કરવા જતાં ચોરો દરવાજાનું તાળું તોડી ઘર સાફ કરી ગયા

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે ધોળાદહાડે તસ્કરો ખેડૂતના મકાનમાંથી રૂ.72 હજારની મત્તા ચોરી ગયા હતા. વસઈ પોલીસે ગુનો નોંધી ચોરીનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરો પેટીમાં મૂકેલા 68હજાર રોકડ અને મોબાઇલ ચોરી ગયા હતા. ધોળેદહાડે ચોરી થતાં ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.પોલીસ સૂત્રો મુજબ, વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે લક્ષ્મીપરામાં જીતેન્દ્રકુમાર કનુજી ઠાકોર પરિવાર સાથે રહે છે.

શુક્રવારે સવારે 9 વાગ્યાના સુમારે જીતેન્દ્રજી ઠાકોર પોતાની માતા અને પત્ની સહિતના પરિવાર સાથે ખેતરમાં ખેતી કરવા ગયા હતા અને પરત ઘરે ફરતા તેમના મકાનના લોખંડના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતાં લોખંડની પેટીમાં મુકેલા રૂ.68,500 રોકડા, ફ્રીજ ઉપર મુકેલો તેમનો મોબાઈલ મળી રૂ.72 હજારની મત્તા ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જિતેન્દ્રકુમારે પોતાના ઘરે થયેલી ચોરી અંગે વસાઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *