સિદ્ધપુર નજીક ખળીના નવનિર્મિત રેલ્વે ઓવર બ્રિજની હલકી કામગીરી અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ

Views 131

સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલ્વે ફાટક પર બનાવેલ ઓવરબ્રિજનું લોકાર્પણ દોઢ માસ અગાઉ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું.લોકાર્પણના ગણતરી ના દિવસો જ થયા છે ત્યાં આઓવરબ્રિજનું કામ ખુબ જ હલકી કક્ષાનું થયું હોય તેવી નિશાનીઓ પ્રગટ થવા લાગી છે.જે અંગે ઉચ્ચ કક્ષા રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.આ અંગે તપાસ નો રેલો કોના-કોના પગતળે આવે છે તે આવનારો સમય બતાવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલ્વે ફાટક પર છેલ્લા ઘણા સમયથી રેલવે બ્રિજ બનાવવાની માંગણી હતી. જેને લઇને ભારતીય જન સેવા મંચ દ્વારા અહીં રેલ્વે બ્રિજ બનાવવા માટે આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચોના સમર્થનવાળા પત્રો પાઠવી ઝડપથી રેલ્વે બ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જેને લઇને અહીં રેલ્વેબ્રિજ નું સ્વપ્ન સાકાર થયું હતું. આ રેલ્વેબ્રિજનું લોકાર્પણ ગત ૯મી એપ્રિલે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં રેલ્વે ઓવરબ્રિજની કામગીરીનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવતા રેલ્વેબ્રિજ પર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયેલા જોવા મળ્યા હતા.આમ ક્યાંકને ક્યાંક હલકીકક્ષાની કામગીરી થઈ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.આ અંગે પૂરતા પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે આ રેલ્વે ઓવરબ્રિજના ખળી ચાર રસ્તા તરફ ઉતરતો રોડ સર્કલથી બિલકુલ નજીક હોવાથી ભવિષ્યમાં જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.આથી આવા અકસ્માત નિવારવા ખળી ચાર રસ્તા તરફ ઉતરતા માર્ગ ઉપર ત્રણ-ત્રણ લાઈનના સ્પીડબ્રેકર્સ (બમ્પો)બનાવાય તે અત્યંત જરૂરી છે.
રીપોટર   સબીરશાહ ફકીર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *