અમદાવાદ ના રીવરફન્ટ વેસ્ટ પોલીસ ની ઉમદા કામગીરી

Views 54

અમદાવાદ ના રીવરફન્ટ વેસ્ટ પોલીસ ની ઉમદા કામગીરી  
તા .૧૨ / ૦૨ / ૨૨ ના રોજ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કલાક ૧૨/૨૪ વાગે મેસેજ મળેલ કે રામઝરૂખાની ચાલી રીવરફ્રન્ટ ટોરેન્ટ પાવરની પાછળના ભાગમાં રીવરફ્રન્ટમાં બે ઇસમો બાઇક પર આવી એક છોકરી ને ઉપાડી લઇ ગયેલ છે વિગેરે મતલબના મેસેજ આધારે પો.ઇન્સ . આઇ.ટી.દેસાઇ નાઓની સમય સુચકતા તેમજ સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના કર્મચારીઓ નાઓ સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતાં હતા દરમ્યાન ગુમથનાર દિકરી નો ફોન તેના પિતા જયરામભાઇ બાબુજી ઠાકોર ઉપર આવેલ અને પોતે હારીજ હોવાનું જણાવેલ અને તેના નાની સોનલબેન તેને કામ બાબતે બોલતાં હોવાથી હારીજ સોમનાથ નગર ખાતે રહેતા તેમના દુરના સંબધી કનુજી મફાજી ઠાકોરના દિકરા કિરણને ફોન કરીને બોલાવેલ હતો અને કિરણ તથા તેના મિત્ર પ્રવિણ ઠાકોર સાથે હારીજ ગયેલ હોવાનું જણાવતા હેડ.કો. મહેન્દ્રસિંહ માધવસિંહ તથા હેડ.કો. સરદારસિંહ જેશીંગભાઇ તથા પો.કો. મુજ્જમીલ બશીરમીયાં તથા લોકરક્ષક હરેશભાઇ માધુભાઇ નાઓ દિકરીના માસી સંગીતાબેન તથા સુર્યાબેન નાઓને સાથે દિકરી સાથે વાત કરી હારીજ ખાતે જઇ તપાસ કરતાં છોકરી હારીજ ખાતે તેમના દુરના સગા કનુજી મફાજી ઠાકોર નાઓ પાસેથી સહી સલામત મળી આવતાં અત્રે પરત લઇને આવેલ છે અને દીકરીનો કબજો તેના માતા પિતાને સહી સલામત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે .
 જ્યારે જ્યારે  જનતા ને ક્યાંય પણ મુસીબત પડે ત્યારે પોલીસ સ્ટેશન ના અધિકારીઓ પોતાના જીવ ના જોખમે પોતાની જવાબદારી પૂરી ઈમાનદારી પૂર્વક નિભાવતા હોય છે. આજે ફરી એકવાર અમદાવાદ ના રિવરફરન્ટના તમામ અધિકારીઓ સાબિત કરી દીધું  સાલમ લે અમદાવાદ ના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ના જબાજ અધિકારીઓ ને.
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *