ભગિની સેવા મંડળ કાલોલ, પંચમહાલ તરફથી અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

Views 52

બ્યુરો રિપોર્ટ- ભાવિનભાઈ પરમાર પંચમહાલ
શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા જાહેર થતાં અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી.
અખિલ હિન્દ મહિલા પરિષદના 76માં અધિવેશનનું આયોજન વિદ્યાનગર ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. આ વકતૃત્વ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લામાંથી કાલોલના અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલની પસંદગી થઈ હતી.
જેમાં તેમણે ‘નારી ધારે તો..’ વિષય પર વકતૃત્વ આપેલ હતું. જેમાં આજની નારી ધારે તો શું કરી શકે છે તે વિષયને વિવિધ દ્રષ્ટાંતો સાથે રજુઆત કરી હતી. પ્રાચીન યુગથી આધુનિક યુગમાં નારીનું સમાજ અને રાષ્ટ્ર માટેના યોગદાન અને મહિલા સશક્તિકરણની સુંદર છટાદાર શૈલીમાં રજુઆત કરવામાં આવી હતી. આ અધિવેશનમાં વકતૃત્વ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન ભગિની સેવા મંડળ કાલોલના પ્રેસિડેન્ટ અંજુબેન મહેતા અને સેક્રેટરી દીપ્તિબેન પરીખ દ્વારા આપવામાં આવ્યું હતું.
વકતૃત્વ સ્પર્ધામાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કરવા બદલ આજે ભગિની સેવા મંડળ, કાલોલના પ્રેસિડેન્ટ અંજુબેન મહેતા અને સેક્રેટરી દીપ્તિબેન પરીખ તથા સર્વે સભ્યશ્રીઓ દ્વારા શિલ્ડ આપી સમ્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભગિની સેવા મંડળ સતત મહિલાઓના ઉત્કર્ષ અને શિક્ષણને લઈને સતત ચિંતનશીલ રહી કાર્ય કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *