નરોડા પો.સ્ટે . વિસ્તારમાં તા ૨૬/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ ઉપર હુમલો કરી ખુનની કોશિષ કરનાર એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઇમ બ્રાન્ચ .

Views 54

નરોડા પો.સ્ટે . વિસ્તારમાં તા ૨૬/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ ઉપર હુમલો કરી ખુનની કોશિષ કરનાર એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઇમ બ્રાન્ચ .
 
ગઇ તા ૨૬/૦૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૯૧૦૩૫૨૨૦૧૫૨ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૧૮૬ , ૩૩૩ , ૩૫૩ , ૩૦૭ , ૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) મુજબનો ગુન્હો દાખલ થયેલ . જે ગુન્હાના કામમાં હકિકત એવી છે કે , નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ અનીલ @ કાળી બળદેવભાઈ સોલંકી તથા તેનો ભાઇ સંજય બળદેવભાઇ સોલંકીનાઓ બન્નેને પડવા સારૂ નરોડા પો . સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે નરોડા મુઠીયા અરવિંદભાઇની ચાલી ખાતે જતા જયાં આરોપી અનીલ @ કાળી બળદેવભાઇ સોલંકીનાનો મળી આવતાં તેને પકડેલ જેથી તેણે બુમાબુમ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી તેના ભાઇઓ પિતા તથા ચાલીના ૧૦ થી ૧૨ જેટલા માણસો ભેગા કરી ફરીયાદીશ્રી તથા અન્ય પોલીસના માણસો ઉપર જાન લેવા હુમલો કરી તમામને શરીરે ગડદાપાટુનો માર મારી આરોપી , સંજય બળદેવભાઇ સોલંકીનાએ લોખંડ ના હથોડાથી ફરીયાદીશ્રીને શરીરે તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ પહોંચાડી ગુન્હો કરી તમામ આરોપીઓ નાસી ગયેલ હોય , જે ગુન્હા સબંધે તે અમદાવાદ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ તેમજ સદરી બનાવ બાબતે ન્યુઝ ચેનલોમાં તેમજ મોબાઇલમાં પોલીસને દોડાવી દોડાવી માર મારતા આરોપીઓનો વીડીયો વાયરલ થયેલ હતો . જેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ , તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબનાઓએ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી આ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હતી .
જે આધારે એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પોલીસ સબ ઇન્સ.શ્રી ડી.આર.ચૌઘરી તથા માણસો આ ગુન્હાના તમામ આરોપીઓ પકડી પાડવા કાર્યરત હતા દરમ્યાન ASI રાજેશકુમાર દામોદરપ્રસાદ તથા H.C. પ્રદિપસિંહ મહિપાલસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે ”
નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦ ૩૫૨૨૦૧૫૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૬,૩૩૩,૩૫૩ , ૩૦૭ , ૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી લવકુશ ઉર્ફે લવલી વિરસિંગ રાજપુતનાનો હાલમાં અમદાવાદ શહેર હાટકેશ્વર એ.એમ. ટી . એસ.બસ સ્ટોપ પાસે જાહેરમાં ઉભો છે . ” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા હાટકેશ્વર એ.એમ.ટી.એસ.બસ સ્ટોપ પાસે જાહેરમાંથી આરોપી , લવકુશ ઉર્ફે લવલી વિરસિંગ રાજપુત ઉ.વ .૨૫ રહે , અરવિંદભાઇની ચાલી ૧૦૫ એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે મુઠીયા ગામ નરોડા અમદાવાદ શહેર મુળ ગામ : બબેરુ , થાના : મરકા થાના તા : બાન્દા જી : બાન્દા ઉત્તરપ્રદેશનાને ઝડપી પાડવામાં આવેલ છે . આ ગુન્હામાં તા ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ત્રણ આરોપીઓને ક્રાઇમબ્રાંચ ધરપકડ કરી નરોડા પોલીસને આરોપીઓ સોપવામાં આવેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર  જગદીશ સોલંકી
ની સાથે લીના રાવત
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *