સરકારશ્રી ના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૧/૨૨ મા પ્રાથમિક શાળાઓમાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન થયું

Views 59

સરકારશ્રી ના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૧/૨૨ મા પ્રાથમિક શાળાઓમાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન થયું 




 
 
સરકારશ્રી ના પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૧/૨૨ મા પ્રાથમિક શાળાઓમાં ગિજુભાઈ બધેકા બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન થયું હતું જેમાં ડાયટ ભરૂચના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા વાગલખોડ તાલુકો વાલિયામાં ધોરણ ૧ થી ૫ માં બાળમેળો અને ધોરણ-૬થી ૮માં લાઈફ સ્કીલ મેળા ની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું જેમાં ધોરણ ૧ થી ૫ માં માટીકામ ચિત્રકામ રંગપૂરણી રંગોળી ચીટકકામ છાપકામ બાળવાર્તા બાળગીત રમત વેશભૂષા જાદુઈ નગરી અને બાળ સભા તથા રેલગાડી છાપકામ વેસ્ટ માંથી ફેસ્ટ વસ્તુ બનાવી હતી આવી પ્રવૃત્તિઓનું સંચાલન જશુબેન ગોહિલે કહ્યું હતું તેમજ ધોરણ-૬થી ૮માં જીવન ઉપયોગી કાર્યો ફ્યુઝ બાંધવો બલ્બ ટ્યુબ બેસાડવી કુકર ની રીંગ બેસાડવી ગેસ બોટલ ફીટ કરવો સાયકલ નું પંચર બનાવવું અગ્નિશામક બોટલ નો ઉપયોગ હાસ્ય દરબાર કટપૂનળી.ના ખેલ આપણા લોકસેવકો એકપાત્ર અભિનય જાદુઈ નગરી વિજ્ઞાન પ્રયોગો યોગ પર્યાવરણ જાળવણી કિચન ગાર્ડન આ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ શિક્ષકો અને બાળકો જોડાયા હતા આ બે દિવસથી ચાલતા ગિજુભાઈ બધેકા બાળમેળામાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિતે રેલગાડી નું વિશેષ આયોજન કરી બાળકોને ખૂબ મઝા કરાવી હતી આમ જિલ્લામાં એક અલગ રીતે બેનમૂન બાળમેળાનું આયોજન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે બી.આર.સી.ભવન વાલિયા ખાતે થી અમીષાબેન પરમાર અને હંસાબેન ઉપસ્થિત રહ્યા હતા શાળાના મુખ્યશિક્ષક શ્રીભરૂચ ડાયટ ના આચાર્યશ્રી ગઢવી સાહેબ અને લેક્ચરર શ્રી જતીન મોદી સાહેબ અને ડાયટ ભરૂચ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નિફાબેન પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જલ્પાબેન વટાણા વાળા નો આભાર માન્યો હતો.     
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથેમા
બ્યુરો ચીફ ઇલા માંરુ રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *