ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કનવર્ટ કરી ભારત દેશની આંતરીક સલામતીને જોખમમાં મુકી ટેલીફોન કંપનીઓ તથા ભારત દેશને રૂપિયા ચાર કરોડ જેટલુ આર્થિક નુકશાન પહોંચાડતા ગેરકાયદેસરના ટેલીફોન એક્ષચેંજના મુખ્ય સુત્રધારને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

Views 54

ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કનવર્ટ કરી ભારત દેશની આંતરીક સલામતીને જોખમમાં મુકી ટેલીફોન કંપનીઓ તથા ભારત દેશને રૂપિયા ચાર કરોડ જેટલુ આર્થિક નુકશાન પહોંચાડતા ગેરકાયદેસરના ટેલીફોન એક્ષચેંજના મુખ્ય સુત્રધારને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ 
 
ગઈ તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ ગુપ્ત ઈનપુટ મળેલ કે નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ, સમુદ્ર કોમ્પલેક્ષના પ્રથમ માળે ઓફીસ નં. બી-૧૦૪ માં ગેરકાયદેસરનુ ઈન્ટરનેશનલ VOIP કોલને GSM (લોકલ) કોલમાં કનવર્ટ કરવાનુ કોલ સેન્ટરની આડમાં ટેલીફોન એક્ષચેંજ ચાલે છે.જે ઈનપુટની ગંભીર નોંધ લઈ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર. બ્રહ્મભટ્ટનાઓને આ ઈનપુટ આધારે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ,જે અનુસંધાને પો.ઈન્સ.શ્રી એન.આર. બ્રહ્મભટ્ટનાઓએ ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનના અધિકારીઓ બોલાવી સાથેના પો.સ.ઈ. શ્રી ડી.બી.ઠાકોર તથા પો.સ.ઈ. શ્રી વી.એન.ભરવાડ સાથે ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા એક ઈસમ તબરેઝ સ/ઓ અલ્લારખા ભાઈ કટારીયા હાલ રહે. સરખેજ, મુળ વતન કોડીનાર, તા.કોડીનાર જી.ગીરસોમનાથ નાઓને જીઓ કંપનીની ૧૦૦૦ કોલની SIP લાઈન તથા ૫૦ MBPS ની લીઝ લાઈન મેળવી કોલ સેન્ટરમાં સેટઅપ કરેલ લીઝ લાઈન સીપ લાઈન તથા લાગેલ સર્વર મારફતે VMWARE નામના વર્ચ્યુઅલ મશીનથી અન્ય લીનક્ષ તથા વિન્ડોવસ ઓપરેટીંગ સિસ્ટમ એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરી માઈક્રોટેક ક્લાઉડકોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતા કોલને રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં તબદીલ કરતો હોવાનુ અને અગિયાર દિવસમાં આશરે ૧૨,૪૬,૬૫૪ જેટલા વિદેશી કોલને ઉપરોક્ત સોફ્ટવેરની મદદથી રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં તબદીલ કરેલ હોવાનુ જણાઈ આવેલ.જેની પુછપરછ કરતા આ સેટઅપ તેના મિત્ર DWAYNE MICHAEL PEREIRA @ ટોની રહે. સી/૪૪, ન્યાતિ સેરેનીટી કન્ટ્રી ક્લબની સામે, મોહંમદ વાડી પુણે મહારાષ્ટ્રની મદદથી સેટ કરેલ હોવાનુ અને તમામ સેટઅપ આ DWAYNE MICHAEL PEREIRA @ ટોની નાનો ઓપરેટ કરતો હોવાનુ જણાવેલ. જેથી ઉપરોક્ત ગેરકાયદેસરના ટેલીફોન એક્ષચેંજ બાબતે અત્રેની ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૦૨૧૦૧૫૨/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) તથા ધી ઈન્ડીયન ટેલીગ્રાફ ૧૮૮૫ ની કલમ ૨૦,૨૧ તથા ૨૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તબરેઝ અલ્લારખાભાઈ કટારીયાનાઓને ગુન્હાના કામે તા.૦૪/૧૨/૨૦૨૧ ના કલાક ૨૨/૪૫ વાગ્યે અટક કરી તેની પાસેથી જુદી જુદી કંપનીઓના રાઉટરો તથા ૨૪ પોર્ટ સ્વીચ તથા સર્વર સી.પી.યુ. મળી કુલ ૪૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આ ગુન્હામાં આરોપી DWAYNE MICHAEL PEREIRA @ ટોનીના ઉ.વ. ૪૨ રહે. સી-૪૨, નિયતી સેરેનેટી, કન્ટ્રી ક્લબની સામે, કુન્દ્રી, પુના, મહારાષ્ટ્રનાને પણ આ ગુન્હાના કામે તા.૦૮/૧૨/૨૦૨૧ ના કલાક ૧૪/૦૦ વાગ્યે અટક કરવામાં આવેલ. તેની પુછપરછમાં આ તમામ સેટ અપ પોતાના પાર્ટનર રીયાઝ અબ્દુલઅજીજ શેખ રહે. એ-૧૦૧, કુલ હોમ્સ, કોંડવા, પુના, મહારાષ્ટ્ર નાઓના કહેવાથી કરેલ હોવાની હકીકત ખુલવા પામેલ. જેથી ઉપરોક્ત ગુન્હામા મુખ્ય સુત્રધાર રીયાઝ શેખ નાઓ હોવાનુ માલુમ પડેલ જેથી આરોપી રીયાઝ શેખને શોધવા માટે ચક્રો ગતિમાન કરી આરોપી રીયાઝ અબ્દુલઅજીજ શેખ, ઉ.વ.૪૯, રહે. એ-૧૦૧, કુલ હોમ્સ, કોંડવા, પુના, મહારાષ્ટ્ર નાઓને પણ ઝડપી લઈ તા.૧૬/૧૨/૨૦૨૧ ના કલાક ૧૬/૦૫ વાગ્યે આ ગુન્હામાં અટક કરવામાં આવેલ છે.જેની પુછપરછમાં જાણવા મળેલ કે, તે પુના ખાતે ફાયબર સ્ટોરી કોમ્યુનિકેશન ના નામથી ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરતી કંપની ચલાવે છે. જેમાં આરોપી DWAYNE MICHAEL PEREIRA @ ટોની નાઓ પણ ડીરેક્ટર છે અને આરોપી રીયાઝ ટેકનિકલ ક્ષેત્રે ખુબજ જાણ કાર હોય અને ઈન્ટરનેટ સર્વીસ ચલાવતો હોય જેથી આવા કામમા ખુબજ હોંશીયાર હોય પૈસા કમાવવાની લાલચમાં તેના મિત્ર ફરજાનઅલી ફારુકભાઈ કાદરી રહે. કાદરી મહોલ્લો, કોડીનાર, ગીર સોમનાથ નાઓ સાથે ભેગા મળી કાવત્રુ રચી ફરજાનઅલીની મદદથી આરોપી તબરેજના નામે જીયો કંપનીમાથી લીઝ લાઈન તથા સીપ લાઈન મેળવી આ સીપ લાઈનની મદદથી ગેરકાયદેસરનુ ટેલીફ
ોન એક્ષચેન્જ ઉભુ કરેલ વિદેશમાં કોલીંગ કાર્ડનો ધંધો કરતા રફીક બાબુ રહે. મીઠાઈ હાઉસ, વજહીકડઉ મલ્લાપુરમ, કેરલા, તથા સરીયાર રહે.દુબઈનાઓ સાથે મળી વિદેશી કોલ તેમના મારફતે મેળવી ઉપરોકત સીપ લાઈનની મદદથી તેને ડોમેસ્ટીક કોલમાં ફેરવતા હતાં. આમ ખુબ મોટા પ્રમાણમા પૈસા કમાતા હતા.આરોપી રીયાઝના ફોનનો ડેટા તપાસ કરતા તેના પાકિસ્તાનની નાગરીકો સાથે પણ સંપર્ક હોવાનુ જણાઈ આવેલ છે જે બાબતે તપાસ ચાલુ છે. આરોપી ફરજાનઅલી કાદરીનાઓને શોધવા બાબતે પણ તપાસ તજવીજ ચાલુમા છે.તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે કે ઉપરોક્ત ટેલીફોન એક્ષચેંજમાં યુ.એ.ઈ. તથા અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા ઈન્ટરનેશન કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારતદેશને તથા ટેલીકોમ કંપનીઓને કુલ રૂ.૩,૬૬,૨૭,૦૫૮/- આર્થિક નુકશાન કરેલ છે. તેમજ ભવિષ્યમાં ભારત દેશમાં આંતક્વાદી બનાવમાં આવા ટેલીફોન એક્ષચેન્જનો ઉપયોગ થઈ શકવાની શક્યતા નકારી શકાય નહી. જેથી આ બાબતે ઉંડાણ પુર્વક તપાસ ચાલુ છે.

HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *