માતા-પુત્રીનું પુનઃમિલન: વડોદરાની સયાજી હોસ્પિટલનો સ્ટાફ નવજાત પુત્રી સાથે પુનઃમિલન, માનસિક રીતે બીમાર માતાની સ્થિતિમાં સુધારો, 108 એમ્બ્યુલન્સે પણ મદદ કરી

Views 157

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 3 મહિના પહેલા એક નિરાધાર મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો

મહિલા માનસિક રીતે બીમાર હોવાથી તેણે બગોદ્રામાં આવેલી મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થામાં આશરો લીધો હતો.

સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગ અને બાળ સારવાર વિભાગ સહિત અન્ય વિભાગોએ એક નવજાત દીકરી અને તેની માતાના હૃદયસ્પર્શી પુનઃ મિલનનું નિમિત્ત બન્યા - Divya Bhaskar

સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગ અને બાળરોગ વિભાગ સહિતના અન્ય વિભાગોએ નવજાત પુત્રી અને તેની માતાના હૃદયદ્રાવક પુનઃમિલનને જોયો હતો.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગ અને બાળ સારવાર વિભાગ સહિત અન્ય વિભાગોએ એક નવજાત દીકરી અને તેની માતાના હૃદયસ્પર્શી પુનઃ મિલનનું નિમિત્ત બન્યા છે. જેમાં 108 એમ્બ્યુલન્સનું પણ યોગદાન રહ્યું છે.

મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો
21 ઓગસ્ટના રોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા અકોટા બ્રિજ પાસેથી નિરાધાર હાલતમાં મળેલી એક સગર્ભાને પ્રસૂતિ વિભાગમાં પહોંચાડવામાં આવી હતી. જ્યાં તેની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જ્યાં મહિલાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલાની માનસિક હાલત સારી ન હોવાથી નવજાત બાળકીને બાળ સારવાર વિભાગમાં અને માતાને અન્ય વિભાગમાં રાખવામાં આવી હતી.

પરિવારે કોઈ પ્રતિસાદ ન આપ્યો
ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબહેન ઘીવાળાએ જણાવ્યું હતું કે, આ માતાના તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન માટે સખી વન સ્ટોપ સેન્ટર જે સયાજી હોસ્પિટલમાં કાર્યરત છે, તેની મદદ લેવામાં આવી હતી. આ મહિલા છત્તીસગઢ એટલે કે, પૂર્વ મધ્ય ભારતની હતી અને તેના પરિવારનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે, કોઈ સારો પ્રતિસાદ મળ્યો ન હતો. માતાને રોજ બાળકી પાસે લઈ જવામાં આવતી હતી.

બાળકીને શિશુ સંભાળ ગૃહમાં રાખવામાં આવી
એક વાર માતાના ખોળામાં બાળકીને મૂકવામાં આવી હતી. પરંતુ, માતા તેને યોગ્ય રીતે સંભાળી શકી ન હતી. તે પછી બાળકીને શિશુ સંભાળ ગૃહમાં રાખવામાં આવી હતી. દરમિયાન મહિલાને તપાસ માટે મનો આરોગ્ય હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી. પરંતુ પીઠ પાછળ ગુમડું થતાં ફરી તેને સયાજી હોસ્પીટલમાં લાવીને સર્જિકલ વોર્ડમાં જરૂરી સારવાર આપવામાં આવી હતી.

મહિલાને બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થામાં આશ્રય આપ્યો
સયાજી હોસ્પિટલના આર.એમ. ઓ. દ્વારા આ પ્રકારની નિરાધાર બહેનોને આશ્રય આપતી અને તેમની સંભાળ લેતી બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ નિરાધાર મહિલાને ત્યાં આશ્રય આપવામાં આવ્યો હતો. થોડા દિવસ બાદ મનો આરોગ્ય દવાખાનાએ માતા સ્વસ્થ માનસિક હાલતમાં હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ માતા તેની નવજાત બાળકીને યાદ કરતી હતી. એટલે સંસ્થાએ ફરીથી સયાજી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. આ નવજાત દીકરીને ફરીથી શિશુગૃહમાંથી સયાજી હોસ્પિટલમાં લાવીને તેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં તે પૂર્ણ સ્વસ્થ જણાઈ હતી.

3 મહિના પહેલા નિરાધાર મહિલાએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો
3 મહિના પહેલા નિરાધાર મહિલાએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો

સંગઠનો અને દાતા સંસ્થાઓ કામમાં પ્રોત્સાહક પીઠબળ આપે છે
આ અંગે પ્રતિભાવ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલ સમગ્ર મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યોના લોકોને આરોગ્ય સેવાઓ આપે છે. અમે ઉપલબ્ધ સાધન સુવિધાઓનો શક્ય તેટલો સારો ઉપયોગ કરીને સારવાર કરીએ છે. આ ઘટના અમારા વિવિધ વિભાગોની સંકલિત અને સમર્પિત કામગીરીની પ્રતીતિ કરાવે છે. બગોદરાની મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા જેવા સેવા સંગઠનો અને દાતા સંસ્થાઓ અમારા કામમાં પ્રોત્સાહક પીઠબળ આપે છે.

સૌ-કોઇ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે
સાંજના સમયે બાળકીને સોંપવાની પ્રક્રિયા પૂરી થતાં માતા અને સંસ્થાના પદાધિકારીઓ એને લઈને વિદાય થયાં ત્યારે સૌ એ એક સારા કામમાં નિમિત્ત બનવાના સંતોષ સાથે તેમને વિદાય આપી હતી. આજે તબીબી અધિક્ષકની કચેરીમાં જરૂરી કાયદેસરની તમામ વિધિ પૂર્ણ કરી આ બાળકીને તેની માતા અને આશ્રયદાતા સંસ્થાને સુપ્રદ કરવામાં આવી, ત્યારે ભાવસભર સુખદ દૃશ્યો સર્જાયા હતા. એક સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગો અને 108 અને સખી સેન્ટર જેવી સંસ્થાઓની સંવેદના સભર કામગીરીથી તથા બગોદરાની ઉમદા સેવા સંસ્થાના સહયોગથી વેદના અને અસહાયતાની હાલતમાં શરૂ થયેલી એક કહાણી નો સુખદ અંત આવતા સંબંધિત સહુ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *