ખાસ કરીને બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરનારા લોકો માટે કર્મચારી કૌભાંડ પ્રકાશમાં આવ્યું

Views 136

રાજકોટ નાગરિક સહકારી કો.ઓપરેટિવ બેંકમાં કૌભાંડ

રૂ.1,92,99,064ની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના

બેંકના કર્મચારીઓએ કૌભાંડ પર પડદો પાડ્યો


મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી કો.ઓપરેટિવ બેંકમાં ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ નામના બેંકના કેશિયર દ્વારા બેંકના ખાતામાં ફિક્સ ડિપોઝીટ રૂપે જમા થયેલ રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે.
રૂ.1,92,99,064ની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના
રાજકોટ નાગરિક સહકારી કો.ઓપરેટિવ બેંકમાં ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ નામના બેંકના કેશિયરે 2017થી જુલાઈ 2021 સુધીમાં અલગ અલગ સમયે ફુલ 59 ખાતા ધારકોએ ફિક્સ ડિપોઝીટ રૂપે મુકેલ રકમ તેમજ ફિક્સ ડિપોઝીટની પાકતી તારીખ સુધીમાં કુલ રૂ.1,92,99,064ની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
બેંકના કર્મચારીઓએ કૌભાંડ પર પડદો પાડ્યો
આ અંગેની જાણકારી થયા બાદ પણ બેંકના કર્મચારીઓ દ્વારા જાણે ઘટના પર પડદો પાડવા માંગતા હોય તેમ પોલીસ ફરિયાદ નોંધવાની પણ તસ્દી લેવાઈ ન હતી. ઓગસ્ટ મહિના પણ જ્યારે ખાતાધારકો દ્વારા તપાસ કરવામાં આવતા તેઓની રકમ સુરક્ષિત હોવાની સાંત્વનાં આપવામાં આવતી હતી. બીજી તરફ બેન્ક અધિકારીઓ પણ અંગે તેઓની આંતરિક ઓડિટ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતી હોવાનો રાગ આલપતા હતા.
એક કરોડ જેટલી રકમ ઉચાપત કર્યાની ફરિયાદ
હવે સમગ્ર ઘટના સામે આવ્યાના 6 મહિના બાદ બેંકના રાજકોટ નાગરીક બેંકના ડે.ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેશ કાશીરામ મોરેએ બેંકમાં ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ વિરુદ્ધ બેન્ક તેમજ ખાતેદારો સાથે છેતરપીંડી કર્યા અને બેંકની એક કરોડ જેટલી રકમ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *