બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
પંચમહાલ ના કાલોલ તાલુકા વિસ્તારની ૪૪ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી માટે ૨૯ નવેમ્બરને સોમવારથી ઉમેદવારી ફોર્મના વિતરણ અને ફોર્મ ભરવા માટેની અવધિ શરૂ થતા પ્રથમ દિવસે જ દરેક પંચાયતોના દાવેદારોનો ઘસારો જોવા મળ્યો હતો.
તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તાલુકા ચુંટણી તંત્ર દ્વારા ફોર્મ વિતરણ કરવાથી ભરવા, ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની અવધિ સુધી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૨-૨૨ પંચાયતોની ફાળવણી કરવામાં આવી છે.
જે વિતરણ વ્યવસ્થા મુજબ બન્ને કચેરીમાં પાંચ-પાંચ કેન્દ્રોમાં પાંચ-પાંચ ચુંટણી અધિકારી અને મદદનીશ અધિકારીની ફાળવણી કરવામાં આવી છે.
જે ફાળવણી મુજબ મામલતદાર કચેરી ખાતે ૧) સાતમણા, સણસોલી, બોડીદ્રા, ભાદરોલી (બુઝર્ગ) આ ચાર પંચાયતો માટે પુરવઠા કેન્દ્રમાં ૨) નેવરીયા, નારણપુરા, કણેટીયા, રતનપુરા આ ચાર પંચાયતો માટે મતદારયાદી વિભાગમાં ૩) બાકરોલ, મેદાપુર, પલાસા, શક્તિપુરા અને ડેરોલસ્ટેશન આ પાંચ પંચાયતો માટે ઈધરા વિભાગમાં ૪) સાલિયાવ, રાબોડ, વરવાડા અને કંડાચ માટે સર્કલ ઓફિસર વેજલપુર વિભાગમાં ૫) ડેરોલગામ, બોરૂ, ખંડોળી, જંત્રાલ અને કાતોલ માટે મધ્યાહન ભોજન વિભાગમાં ફાળવણી કરવામાં આવી છે.
જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે ૧) વેજલપુર, સુરેલી, ઘુસર, નાંદરખા માટે શિક્ષણ વિભાગ કચેરીમાં ૨) કાદવિયા, મોકળ, આથમણા, મીરાપુરી અને ચોરાડુંગરી એમ પાંચ પંચાયતો માટે આઈસીડીએસ વિભાગ કચેરી ખાતે ૩) એરાલ, કાલંત્રા, પરૂણા અને ખરસલીયા એમ ચાર પંચાયતો માટે મનરેગા કચેરીમાં ૪) બેઢિયા, ખડકી, ભુખી, પીંગળી અને શામળદેવી એમ પાંચ પંચાયતો માટે શિક્ષણ શાખાની કચેરી ૫) ઉતરેડીયા, જેલી, કાનોડ અને સમા આ ચાર પંચાયતો માટે ગ્રામ વિકાસ વિસ્તરણ કચેરીમાં ફાળવણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી અધિકારીના જણાવ્યા મુજબ દરેક કચેરીમાં ૨૯મી નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી સવારે ૧૧ થી બપોરના ૩ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ અને ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવે છે.
કાલોલ તાલુકામાં ૪૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : પ્રથમ દિવસે સરપંચ અને સભ્યોના ૧૧૫૦ ફોર્મનો ઉપાડ
Views 132