મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર વાહનની હડફેટે દીપડાનું મોત

Views 147

દોઢથી બે વર્ષની વયનો દીપડો હતો,

દીપડો મૃત મળી આવવાની 15 વર્ષમાં પ્રથમ ઘટના

 
અમદાવાદ મહેસાણા હાઇ-વે ઉપર આવેલ રાજપુર ગામ નજીકથી ચડાસણા ગામના પાટિયા પાસે વહેલી સવારે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી દીપડાનું મોત નિપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે. દીપડો દોઢથી બે વર્ષની વયનો હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
અન્ય દીપડાઓ છે કે કેમ તે એક તપાસનો વિષય બન્યો
કડી તાલુકાના રાજપુર આગળ ચડાસણા ગામ પાસે અમદાવાદ મહેસાણા હાઈ-વે પર સવારે ટોલ ટેક્સ રૂટ પેટ્રોલીગની ગાડી પસાર થતી હતી ત્યારે રોડની સાઈડમાં એક મૃત દીપડો દેખાયો હતો. ટોલ ટેક્સ કર્મીએ મૃત દીપડા અંગે વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગના અધિકારીઓ સહિત કડી અને નંદાસણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આસપાસના ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગના આરએફ્ઓએ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.   કડી પંથકમાં અન્ય દીપડાઓ છે કે કેમ તે એક તપાસનો વિષય બન્યો  છે.
દોઢ થી બે વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી
વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કડી પંથકમાં દોઢ થી બે વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવતા આ વિસ્તાર દીપડો ક્યાંથી આવ્યો અને ખુલ્લેઆમ ફ્રી રહ્યો હતો ? તો બીજા અન્ય દીપડાઓ કડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.
થોળ પક્ષી અભયારણ્યના આરએફ્ઓના જણાવ્યા અનુસાર અમદાવાદ મહેસાણા હાઈ-વે ઉપર મૃત દીપડો મળી આવ્યા હતો. જેની ઉંમર આશરે દોઢ થી બે વર્ષની છે. તેના દાંત અને નખ સહી સલામત છે. જેથી રોડ અકસ્માતમાં મોત થયું હોવાનું લાગી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હોવાથી ચકાસણી બાદ તથ્ય બહાર આવશે.
આ વિસ્તારમાં દીપડો ક્યાંથી અને કેવી રીતે આવ્યો તેની તપાસ
કડી અને થોળ વન વિભાગે આ દીપડો આ વિસ્તારમાં ક્યાંથી અને કેવી રીતે આવ્યો ? તેની તપાસ હાથ ધરી છે. પરંતુ આ પંથકમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના 15 વર્ષમાં પ્રથમ વખત બની છે. ઘટના સ્થળના ફેટોગ્રાફ્ લઈ વન વિભાગ તપાસ હાથ ધરી છે.
સાણંદના સનાથલ સર્કલ પાસે સપ્ટેમ્બરમાં દીપડો દેખાયો હતો  
અમદાવાદ પ્રવેશદ્વાર ગણાતા સાણંદ તાલુકાના સનાથલ ગામની સીમમાં સપ્ટેમ્બરમાં દીપડાનાં પંજાના નિશાન તેમજ મારણ નજરે આવેલા હતા. વન વિભાગે પાંજરા ગોઠવ્યા પણ દીપડો પકડાયો નહોતો. બાદમાં દસ્ક્રોઈ તાલુકાના વિસલપુર ગામની સીમમાં પણ આવા નિશાનો નજરે ચઢયા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *