વડોદરા દુષ્કર્મ કેસનો પીડિતાનો હચમચાવી દે તેવો મોતનો વીડિયો, ટ્રેનમાં લટકતો મૃતદેહ કરે છે અનેક સવાલો

Views 155

યુવતીએ આત્મહત્યા કરી હોય તેવુ માનવામાં આવતુ નથી. પીડિતાએ જે ફંદાથી ફાંસો ખાધો છે તેને ગાંઠ મારવામાં આવી નથી. તો આખરે આત્મહત્યા કરવુ કેવી રીતે શક્ય છે. આમ, આ વીડિયો અનેક સવાલો પેદા કરે છે.
ઊમેશ પટેલ/વલસાડ :વડોદરામાં સામુહિક દુષ્કર્મ (rape case) અને આત્મહત્યા કેસ (suicide case) માં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. યુવતીની આત્મહત્યા બાદનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, યુવતી કપડાથી બનાવવામાં ફંદા પર લટકી રહી છે. અને આ વીડિયો જોઈને યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને લટકાવી દેવામાં આવી હોય તેવી આશંકા પ્રબળ બની છે. વીડિયામાં જોઈ શકાય છે કે, યુવતીના પગ નીચે અડેલા છે. સાથે જ તેના જે ફંદાથી ફાંસી આપવામાં આવી તેમાં કોઈ ગાંઠ નથી. આ એ વીડિયો છે, જે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. સવાલ એ છે કે, શું યુવતીએ જાતે જ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી? શું કોઈએ યુવતીને મારી નાખી અને બાદમાં તેને આવી રીતે લટકાવી દીધી? શું આ હત્યા એક કારસો છે?
યુવતીનો પગ જમીનને અડે છે

યુવતીનો વીડિયો અનેક સવાલો કરે છે અને આપઘાતના થિયરી પર માનવામાં ન આવે. આત્મહત્યા કે હત્યા તે સવાલ હજી વણઉકેલાયો છે, પણ આ વીડિયો અનેક સવાલોના જવાબ આપે છે. ટેકનિકલ પોઈન્ટ્સ એવા છે કે, નીચે પગ અડેલા છે, તેમજ યુવતીની બાજુમાં સીટ પણ અડેલી છે જેથી તે પકડી શકે છે. આમ, યુવતીએ આત્મહત્યા કરી હોય તેવુ માનવામાં આવતુ નથી. પીડિતાએ જે ફંદાથી ફાંસો ખાધો છે તેને ગાંઠ મારવામાં આવી નથી. તો આખરે આત્મહત્યા કરવુ કેવી રીતે શક્ય છે. આમ, આ વીડિયો અનેક સવાલો પેદા કરે છે. પીડિતાની હત્યા કરીને તેને લટકાવી દેવાઈ હોય તેવુ લાગી રહ્યુ છે.

યુવતીએ અપહરણની વાત મેસેજમાં લખી હતી

યુવતીનુ જે દિવસે મોત થયુ હતુ એ રાતે યુવતી ગુજરાત ક્વીન ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર જઈ રહી હતી. ત્યારે નવસારીથી કેટલાક લોકો તેનો પીછો કરતા હતા. પીછો કરનારા લોકોએ યુવતીનું અપહરણ કર્યુ હતું. જેમનાથી પીછો છોડાવીને યુવતી ટ્રેનના વોશરૂમમાં ભાગી ગઈ હતી. જ્યાંથી તેણે સંજીવભાઈ નામના શખ્સને મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ 3 નવેમ્બરના રાત્રે 11.31 વાગ્યે મોકલાયો હતો. જે બાદમાં સંસ્થાના સંચાલક હોવાનું ખૂલ્યુ હતું. યુવતીએ ટ્રેનમાં  બેસીને સંજીવભાઈ પાસેથી મદદ માંગી હતી. તેણે અંગ્રેજીમાં મેસેજમાં લખ્ય હતુ કે, “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow… parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..”

 HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *