બોપલ ડ્રગ્સ કાંડમાં એરકાર્ગોના પાર્સલ મામલે થયો ઘટસ્ફોટ 

Views 140

ડ્રગ્સના જપ્ત કરેલાં 180 પાર્સલ મેળવવા તજવીજ શરૂ

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચેન્નઈમાં પણ ડ્રગ્સના પાર્સલોની ડિલીવરી લીધી

ડાર્ક વેબનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સીથી ડ્રગ્સના પકડાયેલા ડ્રગ્સના રેકેટમાં નીતનવા ખુલાસા થઇ રહ્યા છે. આ ડ્રગ્સકાંડનો રેલા ભારત સુધી જ નહી, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટ સુધી પહોંચ્યા છે અને કેનેડા સુધી પણ પહોંચે તેવી આશંકા છે. શહેરના બોપલ વિસ્તારમાં અમેરિકન ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા ચાર આરોપી ઝડપાયા બાદ તપાસ હવે અમેરિકા સુધી પહોચી છે.
વધુ બે એજન્સી આ તપાસમાં જોડાઈ
કસ્ટમ વિભાગે 180 જેટલા કબ્જે કરેલા પાર્સલ મેળવવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે. આ માટે હવે વધુ બે એજન્સી આ તપાસમાં જોડાઈ હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસને કસ્ટમ વિભાગ દ્વારા 24 જેટલા પાર્સલોની રજે-રજની માહિતી શુક્રવાર સાંજ સુધીમાં મળી જશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
અમેરિકાથી પાર્સલમા ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા વંદિત પટેલની ધરપકડ બાદ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે વંદિત પટેલે મંગાવેલા અને કસ્ટમ વિભાગે કબજે કરેલા 180 જેટલા પાર્સલોનો કબજો મેળવવા માટે ગ્રામ્ય પોલીસે પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સપ્લાય કરતી કંપની ફેડેક્સમાંથી મંગાવેલા ડેટાના આધારે તપાસ કરતા 180 પાર્સલોની યાદી એવી સામે આવી છે. જે ડ્રગ્સ સપ્લાયર દ્વારા કેલિફેર્નિયાથી મોકલવામાં આવી, પરંતુ વંદિત પટેલ સુધી નથી પહોંચી. જે અંગે કસ્ટમ વિભાગે નોટિસો પણ જાહેર કરી હતી. હવે તે પાર્સલો કબ્જે કરવા માટેની અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
તમામ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાની કાર્યવાહી શરૂ
અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાર્સલો કે જેમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું, તે કેલિફેર્નિયા અમેરિકાથી આવ્યા હતા. સાથે જ ક્રિપ્ટોકરંસી દ્વારા 4 કરોડનું પેમેન્ટ પણ મોકલવામાં આવ્યું હતું. જે અંગેના પુરાવા સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એફ્બીઆઈને પત્ર લખવાની તૈયારી શરૂ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયરો વિરુદ્ધ પગલાં લેવાય તે માટે તમામ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.
વંદિતનું નેટવર્ક અન્ય કેટલાક રાજ્યોમાં ફેલાયું
ડ્રગ પેડલર વંદિત પટેલે માત્ર અમદાવાદ, ગુજરાત, ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચેન્નઈમાં પણ ડ્રગ્સના પાર્સલોની ડિલીવરી લીધી હોવાની આ માહિતી સામે આવી છે. સાથે વંદિત આ નિવેદનમાં ખુલાસો થયો હતો કે તે તેના મિત્રો સાથે મુંબઈમાં ડ્રગ્સપાર્ટી પણ યોજી હતી. માટે વંદિતનું નેટવર્ક અન્ય કેટલાક રાજ્યોમાં ફેલાયું છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *