વોચમેન બદમાશ ! વડોદરામાં યુવતી પર દુષ્કર્મ મામલે પોલીસના ફાંફા 

Views 134

આરોપીઓને પકડવા 18 દિવસથી પોલીસના ધમપછાડા

સમગ્ર બનાવમાં વોચમેનની પોલીસ દ્વારા શોધખોળ

શહેરના જૂના પાદરા રોડ પર વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી પર થયેલા ગેંગરેપ બાદ એક સિક્યોરિટીનો ડ્રેસ પહેરી આવેલો વૉચમેન એકાએક ગાયબ થઈ ગયો છે. યુવતી સાથે જધન્ય અપરાધની ઘટના બની હતી, ત્યારે આ સિક્યોરિટી ગાર્ડ સ્થળ પર પહોંચી ગયો હતો અને પોતે યુવતીને જાણતો હોઈ તેમ તું અહિંયા શું કરે છે તેવો સવાલ પણ કર્યો હતો. તે વખતે યુવતી સાથે હાજર ખાનગી બસના ચાલકે પોલીસ બોલાવું છું, તેમ કહેતા સિક્યોરિટી ગાર્ડ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો. આ વૉચમેન અંગે પોલીસને હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ડ્રાઈવર બસમાં ટોમી લેવા ગયો ત્યાં બંને નાસી છૂટયા
મૂળ નવસારીની 19 વર્ષિય યુવતી સાથે 29 ઓક્ટોબરે વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાના દિવસે મોડીસાંજે 6.55 વાગ્યે એક ખાનગી બસનો ડ્રાઈવર વેક્સિન ગ્રાઉન્ડ પાસે બસ પાર્ક કરતો હતો. ત્યારે ઝાડ નીચે એક રિક્ષા ઉભેલી હતી. જેથી ડ્રાઈવરે રિક્ષાની આગળ બસ પાર્ક કરી હતી. ત્યારે વેક્સિન ગ્રાઉન્ડમાંથી એક છોકરીએ અંકલ કહીને બૂમ પાડતાં ડ્રાઈવર તેની તરફ નજર કરતાં અર્ધનગ્ન અવસ્થામાં હતી. જેથી ડ્રાઈવરે પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, મને રિક્ષામાં બળજબરીથી પકડી લાવી બે છોકરાઓએ મારી પર રેપ કર્યો છે. તે વખતે બંને નરાધમો મેદાનમાં હાજર હોઈ ડ્રાઈવર બસમાં ટોમી લેવા ગયો ત્યાં બંને નાસી છૂટયા હતા.
વેક્સિન ગ્રાઉન્ડમાં સિક્યોરિટીનો ડ્રેસ પહેરીને આવેલો વૉચમેન મળતો નથી
ડ્રાઈવરના કહેવા પ્રમાણે એક આરોપીએ પેન્ટ – શર્ટ અને બીજાએ ટી-શર્ટ અને પેન્ટ પહેરેલું હતું. ડ્રાઈવર યુવતી સાથે વાત કરતો હતો, ત્યારે જ એક વૉચમેન આવી છોકરીને જોઈ તું અહિંયા શું કરે છે. તેમ પૂછતાં યુવતીએ કોઈ જવાબ આપ્યો ન હતો. ડ્રાઈવરે વૉચમેનને યુવતી સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. યુવતીને શરીરે ઈજાઓ થઈ હોવાથી કણસતી હતી. ચાલવામાં પણ તકલીફ પડતી હોઈ ડ્રાઈવરે પોલીસ બોલાવું છે, તેમ કહેતાં વૉચમેન રવાના થઈ ગયો હતો. જેના આજદિન સુધી કોઈ સગડ નથી. રેલવે પોલીસે ઘટનાસ્થળથી બે કિલોમીટર સુધીના એરિયામાં આવેલી લગભગ 19 સોસાયટીઓના સિક્યોરિટી ગાર્ડની તપાસ કરી હતી. જેમાં તમામ વૉચમેન હાજર મળી આવ્યા છે, પરંતુ ગેંગરેપની ઘટના બાદ તરત જ વેક્સિન ગ્રાઉન્ડમાં સિક્યોરિટીનો ડ્રેસ પહેરીને આવેલો વૉચમેન મળતો નથી.
યુવતીની સાયકલ ગાયબ કરવામાં આ વૉચમેનનો તો હાથ!
રેલવે પોલીસે સોસાયટીઓમાં તપાસ કરતાં બધા વૉચમેન મળી આવ્યા છે, ત્યારે ઘટના વખતે અચાનક પ્રગટ થયેલો શખસ ખરેખર વૉચમેન હતો. તેણે યુવતીને જોઈ તું અહિંયા શું કરે છે. તેવો સવાલ પણ કર્યો હતો. શું વૉચમેન યુવતીને સ્થળ પરથી રવાના કરવા માટે આવ્યો હતો. ખાનગી બસના ડ્રાઈવરે હું પોલીસ બોલાવું છું, તેમ કહેતા જ વૉચમેન કેમ જતો રહ્યો. જો તે યુવતીને જાણતો હતો તો પોલીસને તેણે કેમ ન બોલાવી. યુવતીની સાયકલ ગાયબ કરવામાં આ વૉચમેનનો તો હાથ નથી ને તેવા સવાલ પણ ઉભા થયા છે.
ઈમરાને ન્યૂઝ પેપરમાં નોકરી માટે જાહેરાત આપી
સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હતો. તે વખતે ઈમરાન પલસાણા વિસ્તારમાં હતો. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. પોલીસે ઈમરાન વિશે તપાસ કરતાં સુરતમાં સિમકાર્ડ વેચવાનું સેન્ટર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. ઈમરાને ન્યૂઝ પેપરમાં નોકરી માટે જાહેરાત આપી હતી, જે વાંચી કદાચ યુવતીએ તેનો સંપર્ક કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. હાલ ઈમરાન કર્ણાટક જમાતમાં છે. આ ઉપરાંત યુવતીએ સુરત ડોમિનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પૂછપરછ કરી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *