રૂપિયા 20થી 40 કિલોના ભાવે મળતા ટામેટાંએ Century(સેન્ચ્યૂરી) વટાવી

Views 137

શિયાળાની શરૂઆતમાં જ લીલા શાકભાજી અને ટામેટાંના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓની ચિંતા વધી 

ટામેટાંની પાકની આવક ઘટતાં અને માવઠાંથી પાકને નુકસાન થતા ભાવ વધ્યા, લીલા શાકભાજીમાં પણ રૂ.20થી 40નો વધાર

શિયાળાની શરૂઆત થતાં જ લીલા શાકભાજી ખાવાની ઋતુ શરૂ થાય છે, પણ આ વખતે લીલા શાકભાજી અને ટામેટાંના ભાવો આસમાને પહોંચી જતા અત્યારે ઊંધિયું ખાવાનું મોંઘું પડી રહ્યુ છે. લીલા શાકભાજીમાં રૂ.20થી 40નો વધારો અને ટામેટાંના ભાવો રૂ.100થી 120 કિલો વેચાણ થઈ રહ્યા છે. ટામેટા રૂ.20ના કિલો મળતા હતા તે અત્યારે રૂ.120 કિલો, રીંગણ રૂ.80ના કિલો, અને લીલા વટાણા રૂ.140ના કિલો વેચાય છે. હાલમાં બજારોમાં શાકભાજી તો છે, પણ ઓછી આવક અને વધતા ભાવને લઈને બજાર નબળું ચાલી રહ્યું છે. અને તેમાં પણ લોકો પણ ભાવ વધારાને લઈને લિમિટેડ ખરીદી કરી રહ્યા છે. કેમ કે ભાવ વધે એટલે સ્વભાવિક છે કે ઘરનું બજેટ ખોરવાય. અને તેની સીધી અસર ખરીદી પર પડી રહી છે. ગૃહિણીઓની વાત માનીએ તો ટામેટા હોલસેલમાં રૂ.80 કિલોના ભાવ મળી રહ્યા છે. જ્યારે રિટેઇલમાં ટામેટાના 100થી 120 રૂપિયા કિલો ભાવ વેચાણ થઈ રહ્યા છે. વેપારીના જણાવ્યા મુજબ ટામેટાની પાકની આવક ઘટતા અને કમોસમી વરસાદથી પાકને નુકશાન થતા ભાવ વધ્યા છે. જેમાં ટામેટાંના ભાવ પહેલાં ક્વિન્ટલે 4500 હતા જે હાલમાં 6000 ઉપર થયા છે. જે પાકને નુકશાન થતા બેંગ્લુરુ અને સંગમનેરથી આવતા પાકની આવક ઘટી. તો મહારાષ્ટ્ર અને અન્ય જગ્યા પરથી જ્યાંથી ટામેટાં આવતા પાકને નુકશાન થતા આવક ઘટતા ભાવમાં વધારો થયો છે.  
વેપારીના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદથી લીલાશાકભાજીના પાકને 30 ટકા જેટલું થયું નુકશાન છે. નવેમ્બરના અંત સુધી નવા પાક આવ્યા બાદ લીલા શાકભાજીના ભાવ ઘટવાની શકયતા છે. નવો પાક નહીં આવે ત્યાં સુધી વધુ ભાવે લોકોએ લીલી શાકભાજી ખરીદવા પડશે. રોજ સવાર પડે અને ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ વેરવિખેર બની ગયું છે

 

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *