સોમનાથ મંદિરમાં રાત્રે 12ના ટકોરે બનશે અલૌકિક ઘટના 

Views 75

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. આજે દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ એક અલૌકિક ઘટના બનશે. ભકતો રાત્રે 12 વાગ્યે સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજતા ચંદ્રના દર્શન કરવા માટે આવે છે.

આજે કાર્તિકી પૂનમના દિવસે સોમનાથ મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ભાવિક ભકતો રાત્રે મહાઆરતી અને ત્યારબાદ રાત્રિના 12 વાગ્યે ચંદ્રમા શિવાલયનું મહામેરૂ શિખર અને શિવલીંગ એકજ સીધી લીટીમાં આવતા કુદરતી સંયોગ રચાશે. આ દર્શનનો લાભ ભાવિક ભકતો લેશે.

ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણીમાની ઉજવણી થાય છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ, દેવોની દિવાળી તરીકે આ રાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરા નામના રાક્ષકનો વધ કર્યો હતો.

ભૂગોળશાસ્ત્રની ઘટનાને શ્રદ્ધાળુઓ આસ્થા જોડે છે

કાર્તિકી પૂર્ણિમાને લોકો ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખે છે ત્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામે છે. વર્ષમાં એક વાર બનતો સંયોગ જે વાસ્તવમાં ભૂગોળશાસ્ત્રની એક ઘટના છે, પણ શ્રદ્ધાળુઓને તેને આસ્થાની નજરે નિહાળે છે. કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમાં ભગવાન ભોળાનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. ત્યારે છેલ્લાં કેટલાંય વર્ષો અનેક શિવભક્તો દૂર-દૂરથી આ મધ્ય રાત્રિએ સોમનાથ ખાતે અચૂક આવે છે.

ભૂગોળશાસ્ત્રમાં કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગ્યે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. રાત્રે 12ના ટકોરે આ દ્રશ્ય અલૌકિક તેમ જ અદ્ભુત બને છે.

કાર્તિકી પૂનમના મેળાને ત્રીજી વખત રદ કરવાની ફરજ

1955ની સાલથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. 66 વર્ષના મેળાના ઇતિહાસ દરમિયાન આ વર્ષે મળીને કુલ ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે. ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધના સમયે આ મેળાને રદ કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 2020 અને 2021 દરમિયાન સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાની ફરજ પડી રહી છે મેળાના ઇતિહાસ માં ત્રીજી ઘટના છે કે કોઇ સમસ્યા ઊભી થઈ હોય અને મેળાનું આયોજન રદ કરવું પડ્યું હોય.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *