19 નવેમ્બરે પહેલું ચંદ્રગ્રહણ, જ્યારે 25 ઓક્ટોબરે અંતિમ સૂર્યગ્રહણ
આવતા વર્ષે 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ જ ભારતમાં દેખાશે
ભારત દેશમાં માત્ર એક ગ્રહણ જ દેખાશે
વર્ષે દહાડે આકાશ મંડળમાં સર્જાતી ગ્રહણની ખગોળીય ઘટનાને લઇને ભારે કુતૂહલ જોવા મળે છે. સામાન્ય લોકોની સાથે જ વૈજ્ઞાનિકોમાં પણ ગ્રહણની ખગોળીય ઘટનાને લઇને ઉત્સુકતા દેખાઇ છે. જે અંતર્ગત વિક્રમ સંવત વર્ષ 2078ની શરૂઆત સાથે જ આખા હિન્દુ વર્ષમાં ગ્રહણની કુલ 5 ઘટનાઓ આકાર પામશે.
જે પૈકી ભારત દેશમાં માત્ર એક ગ્રહણ જ દેખાશે. હાલમાં 19 નવેમ્બરના રોજ વૃષભ રાશિમાં હિન્દુ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણના વેધ અને સમયકાળને આધારે ધાર્મિક ક્રિયાઓ કરવાનું વિધાન છે. શાસ્ત્રો પ્રમાણે પણ ગ્રહણના સ્પર્શ, મધ્ય અને મોક્ષનું મહત્વ આંકવામાં આવ્યું છે.
જે અંતર્ગત હિન્દુ નૂતન વર્ષ 2078માં 2 ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણની ઘટના બનશે. જોકે, તે પૈકી માત્ર અંતિમ ગ્રહણ જ ભારત દેશમાં દેખાવાનું હોય દેશવાસીઓને ગ્રહણનો નજારો માણવા મળશે. હિન્દુ સંવત–2078માં એટલે કે 2021ની દિવાળીથી લઇને 2022ની દિવાળી સુધીમાં 5 ગ્રહણો થશે.
તેમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ રહેશે. હમણાં હિન્દુ સંવત વર્ષના આરંભે જ બે ગ્રહણ થશે. 19 નવેમ્બરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, 4 ડિસેમ્બરે ખગ્રાસ સૂર્યગ્રહણ, 30 એપ્રિલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, 16 મેના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ અને 25 ઓક્ટોબરે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. નવા વર્ષના પ્રથમ ચાર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જ્યારે અંતિમ 25 ઓક્ટોબરનું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારત સાથે જ પિૃમ એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે.
HBN TV NEWS