SGST : નવા રજિસ્ટ્રેશન નંબર આપવામાં ઠાગાઠૈયાથી વેપારીઓેને ભારે હાલાકી

Views 137

રજિસ્ટ્રેશનમાં સુધારો કરવામાં પણ વિલંબ : નવો ધંધો શરૂ કરવામાં મુશ્કેલી

અધિકારીઓના મનસ્વી વલણને કારણે સંખ્યાબંધ અરજી રદ : વેપારીઓ પરેશાન

 
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ   વિભાગ દ્વારા વેપારીઓને નવા રજિસ્ટ્રેશન આપવામાં ખોટા અને બિનજરૂરી કારણો આગળ ધરીને નોંધણી નંબર આપવામાં વિલંબ કરાતો હોવાને કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. SGST વિભાગના અધિકારીઓના મનસ્વી વલણને કારણે વેપારીઓને જુદા જુદા પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવે છે અને કેટલાંક કિસ્સામાં બિનજરૂરી ક્વેરી કાઢવામાં આવે છે અને પુરાવાના અભાવના કારણો આગળ ધરીને રજિસ્ટ્રેશનની અરજી રદ એટલેકે દફતરે કરવામાં આવે છે. આ પ્રકારે સ્ટેટ   કર્મચારીઓ- સ્ટાફના અવ્યવહારૂ અભિગમને કારણે નિયત સમયગાળામાં નવો રજિસ્ટ્રેશન નંબર નહીં મળવાને કારણે વેપાર- ધંધો શરૂ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. SGST વિભાગના અધિકારીઓ- સ્ટાફના મનસ્વી વલણને કારણે નોંધણી નંબર મેળવવાની સંખ્યાબંધ અરજીઓ રદ થવાને કારણે વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને   દાયરામાં લાવવામાં આવી નથી અને પેટ્રોલ, ડીઝલ પર  લાગુ પડે છે. પેટ્રોલિયમ પેદાશોના ડીલર્સને   રજિસ્ટ્રેશન મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળે છે. વેપારીઓએ સુપરત કરેલા ડોક્યુમેન્ટને આધારે રેકર્ડમાં સુધારા કરવામાં પણ વિલંબ થવાને કારણે રજિસ્ટ્રેશનમાં સુધારો કરવામાં પણ વિલંબ થતો હોવાને કારણે સંખ્યાબંધ વેપારીઓ મુશ્કેલીમાં મૂુકાયા છે. વેપારીઓને નવો રજિસ્ટ્રેશન નંબર આપવામાં અધિકારીઓ પોતે ‘ન્યાયાધીશ (જજ)’ બનીને નિર્ણયો લેતા હોવાનું વેપારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ધી સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા નવા નોંધણી નંબર આપવામાં બિનજરૂરી વિલંબ દૂર કરવા માટે તત્કાળ પગલાં લેવા SGST કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજુઆત કરી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં નવા રજિસ્ટ્રેશન માટેની અરજી કર્યાની તારીખથી નિયત સમય મર્યાદમાં અરજીનો નિકાલ કરીને નોંધણી નંબર આપવાનો નિયમ છે. પરંતુ જીય્જી્ અધિકારીઓ નિયમોને નેવે મૂકીને આપખુદી વલણ અપનાવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રના વેપારીઓને નવા રજિસ્ટ્રેશન મેળવવા માટે અમદાવાદની કચેરીમાંથી મંજૂરી મેળવવી પડે છે. જેના કારણે સૌરાષ્ટ્રના વેપારીઓને નવો નોંધણી નંબર મેળવવામાં વિલંબ થાય છે અને કેટલીકવાર વેપારીઓને અમદાવાદના ધક્કા ખાવા પડતા હોવાથી તેમને મુશ્કેલી પડે છે. આથી સૌરાષ્ટ્રના વેપારીઓને લોકલ રીજીઅન ઓફિસમાંથી નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *