વડનગર તાના-રીરી મહોત્સવમાં ભુંગળ વાદકોએ વિશ્વ રેકર્ડ રચ્યો

Views 131

* નારી રત્નોની સ્વાભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે : મુખ્યમંત્રી

 વડનગર તાના-રીરી મહોત્સવમાં ભુંગળ વાદકોએ વિશ્વ રેકર્ડ રચ્યો
 મહોત્સવમાં પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયન પ્રસ્તુત કર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહોત્સવ ખુલ્લો મુકાયો : પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ અમર ભટ્ટને એવોર્ડ એનાયત
વડનગર તાના-રીરી મહોત્સવમાં ભુંગળ વાદકોએ વિશ્વ રેકર્ડ રચ્યો
પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે,પણ આપણું સંગીત મનને ડોલાવે છે ભારતીય સંગીતની સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક વિરાસતમાં રહેલું છે તેવું આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેનદ્રભાઇ પટેલે વડનગર ખાતે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુકતાં જણાવ્યું હતું.
વડનગર તાના-રીરી મહોત્સવમાં ભુંગળ વાદકોએ વિશ્વ રેકર્ડ રચ્યો
સૌ કલા સાધકો,કલા રસિકો અને વડનગર વાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આપણા લોકસંગીત, ભક્તિસંગીત, શાસ્ત્રીય કે સુગમ સંગીત હરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતુટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે.બૌધ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર સંગીત,કલા,ગાયન,વાદન,નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે.તેવુ જણાવી સોળમી સદીના આધ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠાની બે દિકરીઓ તાના-રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે.તેમણે તાના-રીરી બહેનોને ઐતિહાસિક વાત કરી જણાવ્યું હતું કે આ ગુર્જર નારી રત્નોની આત્મ સન્માન સ્વભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે.
કલા,સાહિત્ય,સંસ્કૃતિ,સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ,રાજ્ય પુરસ્કૃતિત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠ બળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન,સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિધાલય પરફોર્મિગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે.આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટુંકા કોર્ષ ચાલી રહ્યા છે.તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિધાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે. રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને- પ્રોત્સાહન આપીને પીઠબળ આપીને આવી કલા-પ્રવૃતિનું જતન સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે તેવું કહિ તેમણે વડનગરની પુણ્યધરા ઉપરથી તાના-રીરી એવોર્ડથી સન્માનીત થયેલા બે સિધ્ધહસ્ત સંગીતજ્ઞ નારી રત્નોને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ના વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. દર વર્ષે અપાતા એવોર્ડમાં આ વર્ષે તાના-રીરી એવોર્ડ વર્ષ 2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ (મુંબઈ) અને ડો. વિરાજ અમર ભટ્ટ (અમદાવાદ)ને રુા. 2.50 લાખની રાશી સાથેનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
તાના-રીરી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પ્રથમ દિવસે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ, ડો વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન અને ડો એલ સુબ્રમણ્યમ દ્વારા વાયોલીન વાદનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ 120 ભૂંગળ વાદકોએ 05 મિનિટ સમુહ ગાન ગાઇ વિશ્વ રેકોર્ડ રચ્યો હતો તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી, મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ પંચાલ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પંકજભાઇ ભટ્ટ, સંસદ સભ્ય શારદાબેન પટેલ, પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ અશ્વિનીકુમાર, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમપ્રકાશ,અધિકારીઓ,પદાધિકારીઓ,સંગીત તજજ્ઞો,કલારસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *