114.6 કરોડની ક્રેડિટ ફેસલિટી લઇને ચુકવણીના ધાંધિયા, ફેક્ટરીમાં પણ દરોડા
2010થી 2015 સુધી બેન્ક ઑફ બરોડા, યુનિયન બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટી મેળવી બેન્કોને ચૂનો લગાવી દીધો
સીબીઆઇ બાદ ઇડી ડિરેક્ટરોની મિલકતો સીલ કરશે
સીબીઆઇની કામગીરી ચાલી રહી છે ત્યાર બાદ ઇડીના અધિકારીઓ જલારામ રાઇસ મીલની મિલકતો ટાંચમાં લેવાની ટૂકમાં કામગીરી કરશે. સીબીઆઇના ગૂના દાખલ કર્યાની માહિતી ઇડીને સોંપી દેવામા આવી છે. 114.06 કરોડની રકમ ડાઇવર્ટ કરીને મની લોન્ડરીગ કરવામા આવ્યુ હોવાની સીબીઆઇને શંકા છે. જલારામરાઇસ મીલ પણ ઇડી દ્રારા ટાચમાં લેવામા આવશે. ડાયરેકટરોના નામની જે કોઇ પણ મિલકતો હશે તેને જપ્ત કરવામા આવશે. બેન્કની લેણી રકમ કરતા વધુ મિલકતોની વિગતો મેળવી લેવાઇ છે અને ડાયરેકટરો વિદેશ ભાગી જાય નહિ તે માટે દેશના તમામ એરપોર્ટ પર તેની જાણ કરી દેવામા આવી છે.
જલારામ રાઇસ મિલને દેવું થઇ ગયું હોવાના ખોટા હિસાબો બનાવ્યા હતા
નડિયાદની જલારામ રાઇસ મીલના માલિકો અને ડાયરેક્ટરોએ ખોટી રીતે ક્રેડિટ ફેસેલીટી મેળવી હતી. પાછળથી બે બેન્કોમાંથી લોન લેવા માટે કંપનીને દેવુ થઇ ગયુ હોવાનુ બતાવીને ક્રેડિટની રકમની ઉઠાંતરી કરી હતી. સીબીઆઇની ટીમે આઇપીસીની કલમો 120 બી, સેક્શન 13 (2), 13 (1) (ડી) ની સેક્શન પીસી એક્ટ 1988હેઠળ ગૂનો દાખલ કર્યો છે. સીબીઆઇ દ્રારા ડાયરેકટરોના નિવેદનો લેવાની કામગીરી કરાઇ રહી છે. રહેઠાણે અને ઓફિસમાં દરોડા દરમ્યાન બેન્કોના ખાતાઓની પાસબુકો ,ચેક બુક મળી આવી હતી. બેન્ક ખાતા ફ્રીઝ કરવાનું મોડી સાંજ સુધી ચાલ્યુ હતું.
બેન્ક ઓફ બરોડા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાંથી જુદી જુદી રીતે ક્રેડિટ ફેસેલીટી મેળવીને બેન્કોને 114.6 કરોડનો ચૂનો લગાવી દીધો હતો. સીબીઆઇની ટીમે નડિયાદની જલારામ રાઇસ મીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટે લિમિટેડના માલિક અને બે ડાયરેક્ટરો જયશે ત્રિભોવનદાસ ગણાત્રા અને બીપીન ત્રિભોવનદાસ ગણાત્રા સહિત અન્ય પ્રાઇવેટ વ્યક્તિઓ સામે ગૂનો દાખલ કર્યો છે. સીબીઆઇએ અમદાવાદ,નડિયાદ અને બાવળા સહિત ડિરેક્ટર્સના રહેઠાણે મળીને કુલ છ સ્થળે દરોડા પાડીને વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. નડિયાદની જલારામ રાઇસ મીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમિટેડના ડિરેક્ટર્સ જયેશ ગણાત્રા (રહે. મારૂતી રો-હાઉસ,સુભાષ ચોક,ઘાટલોડિયા) અને બીપીન ગણાત્રા (રહે.સંભવનાથ ટેનામેન્ટ, સુદર્શન ટાવર નજીક,થલતેજ) અને નડિયાદમાં આવેલ જલારામ રાઇસ મીલમાં દરોડા પાડીને વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સીબીઆઇએ ફોરેન્સીક ઓડિટ રિપોર્ટ પણ કરાવ્યા હતા. ત્યાર બાદ ગૂનો દાખલ કરીને દરોડાની કામગીરી હાથ ધરી છે. જુદી જુદી કંપનીઓ પાસેથી ફંડ લઇને ડાઇવર્ટ કર્યુ હતુ. બોગસ બીલ અને ઇનવોયસ બેન્કમાં રજૂ કરીને જુદી જુદી ક્રેડિટ ફેસેલીટ મેળવીને બેન્ક સાથે ગુનાહિત કૃત્ય કર્યુ હતુ. કાવતરૂ કરીને બેન્ક સાથે છેતરપીડી કરવામા આવતા બે ડિરેક્ટર્સ સામે ગૂનો દાખલ કરીને તપાસ કરાઇ
