પાલનપુરમાં ગંજબજારની પેઢીના ચડોતર ગામના એક વેપારી પાસે ચાર ઈસમો દ્વારા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ ગુજારતાં વેપારીએ રાત્રી દરમિયાન સ્યુસાઈટ નોટ લખી ઘરેથી થોડે દૂર આવેલા મસ્જીદ પાસેની એક આરસીસીની દિવાલના પિલ્લર પાસે ગોળીઓ ખાઈ દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પુત્રએ સ્યુસાઈટ નોટના આધારે ચાર શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચડોતર ગામના અને પાલનપુર ગંજબજારમાં પેઢી ચલાવતા રહેમાન વજીરભાઈ મોરીયા (ઉ.વ.૫૫) પાસે તા.૬-૮-૧૮ના રોજ ડીસાનો હબીબખાન ધાસુરા અને બીજા ચાર શખ્સો મળી પૈસાની ઉઘરાણી મામલે તકરાર કરી અપમાનીત કર્યા હતા તેમજ વારંવાર પઠાણી ઉઘરાણી કરતા તા.૧૪-૮-૧૮ની રાત્રી દરમિયાન રહેમાને પોતાના ઘરની ઓસરીમાં સુતા હતા ત્યારે પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત બનેલા શખ્સે કોરા કાગળમાં સ્યુસાઈટ નોટ લખી હતી. જેમાં ડીસાના કેટલાક વ્યક્તિઓ પઠાણી ઉઘરાણી કરે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. અને રહેમાનભાઈ ચીઠ્ઠી લખી ઘરની નજીક આવેલી એક મસ્જીદ પાસે ગોળીઓ ખાઈ દિવાલના પિલ્લર પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમનો પુત્ર ખાટલો ખાલી જોતાં મળેલી ચીઠ્ઠી જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્યુસાઈટ નોટના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ લાશનો પોલીસે કબજો લઈ પાલનપુર સિવિલમાં પી.એમ. માટે લાવ્યા હતા. ત્યાં તેમના દિકરાની ફરિયાદના આધારે પૈસાની પઠાણી ઉઘરાણી કરનારા અને માનસિક ત્રાસ આપનારા વિરુદ્ધ બબીબખાન ધાસુરા રહે.ડીસા, હબીબ પીરમહમદ માકણોજીયા (સુા), મહમદ હબીબ માકણોજીયા (સુના) હસનઅલી અલીજી મેમનજીયા ત્રણ રહે.ચડોતરવાળા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ચૌધરીએ તપાસ શરૃ કરી છે. લાશનુ પી.એમ. કરાવ્યા બાદ આ ચાર સંતાનના પિતાની લાશ વાલી-વારસોને સુપરત કરી હતી.
પાલનપુરમાં પઠાણી ઉઘરાણીથી ગંજબજારના વેપારીનો આપઘાત
Views 81