અકસ્માત:બનાસકાંઠાના ઈકબાલગઢમાં ખેતરમાં ટ્રેકટર ચલાવી રહેલા યુવકનું રોટાવેટરમાં આવી જતા મોત

Views 198

આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવાર પર આભ ફાટ્યું

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના એક ખેતરમાં કામ કરી રહેલા એક યુવકનું ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતા મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.  અમીરગઢ ના ઇકબાલગઢ પાસે આવેલ એક ખેતર પર જૈમિન અશોકભાઈ પટેલ નામનો યુવક પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક  રોટાવેટરમાં કંઇક ખામી સર્જાતા તે ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરી રહ્યો હતો. જો કે તે સમયે યુવક નીચે ઝૂકવા જતા અચાનક તેનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો.ઇકબાલગઢ પાસે આવેલ એક ફાર્મ હાઉસ પર જૈમિન અશોકભાઈ પટેલ પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન રોટાવેટરમાં કંઇક આવી જતા યુવક ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરવા નીચે ઝૂકતા અચાનક તેના શરીરનું બેલેન્સ બગડતા તેમનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો. પગ ફસાઈ ને રોટવેટર માં ખેચાઇ જતા તેમનું આખું શરીર છુંદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  પગ ફસાઈ જતા તેને બચાવ માટે બૂમાબૂમ કરી હતી પરંતુ આજુબાજુમાંથી લોકો આવે ત્યાં સુધીમાં તો તેનું આખું શરીર રોટાવેટરમાં ખેંચાઈને છુંદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા દીકરાના મોતથી માતા-પિતા પણ ભાંગી પડયા હતાં અને આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

ખેતરમાં બનેલી ઘટનાના પગલે યુવકના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા આજુબાજુ ના લોકો પણ દોડી આવ્યા હતા. પરિવારના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. સવારમાં ઉમંગભેર ખેતરમાં ગયેલ દીકરો પરત ન ફરતા તેના માતા પિતાનું કરુણ રુદન કાળજા કંપાવનાર હતું.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *