પેથાપુરનું પુનરાવર્તનઃ અમદાવાદમાં માતાએ તરછોડ્યું 2 દિવસનું બાળક, કરાઈ ધરપકડ

Views 136

બે દિવસનું બાળક છોડી માતા ફરાર
વેજલપુરના શ્રીનંદનગર વિભાગ 4નો બનાવ
લગ્ન પહેલા જ યુવતી માતા બનતા બાળક મુકીને ફરાર
વેજલપુર પોલીસે માતાની કરી ધરપકડ


ગાંધીનગરમાં શિવાંશને ગૌશાળામાં છોડી દીધા બાદની ઘટનામાં હજુ અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યાં જ અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર 4માં પણ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં માતા 2 દિવસના બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી.Parents flee leaving coronary child ward boy performs
પોલીસે કરી માતાની ધરપકડ
જ્યારે આ વિસ્તારમાં માતા પોતાના 2 દિવસના બાળકને મૂકીને ફરાર થયાની વાત પોલીસને મળી ત્યારે સ્થાનિકોના સહયોગની મદદથી પોલીસે માતાની ઓળખ કરી લીધી છે. તપાસમાં પોલીસે જાણ્યું છે કે આ મહિલા મિઝોરમની છે. ઘટના બાદ માતા પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સાથે પૂછપરછમાં પોલીસે તેમ પણ જાણ્યું છે કે આ મહિલા લગ્ન પહેલા જ માતા બની હતી. બાળકને તરછોડી દેવા માટે આ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સ્થાનિકોની સજાગતાએ આ કેસને ઝડપથી ઉકેલવામાં પોલીસની મોટી મદદ કરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *