ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ શરૂઆતમાં કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. અહીં તેમના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. અટલજીના નિધન પછી અહીં પક્ષ-વિપક્ષની કોઈ વાત નહતી રહી અને દરેક રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. ગઈ કાલે રાતે જ્યારે તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અહીં તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને ત્યારપછી મોટાભાગના રાજકીય નેતાઓ અટલજીના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા
કયા કયા નેતાઓએ અટલજીને આપી શ્રદ્ધાંજલિ
– આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
– આ ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન, યુપીના સીએમ યોગીનાથ આદિત્ય, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પૂર્વ વડાપ્રધાન અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.
અટલજીના પાર્થિવ દેહને 10 વાગે ભાજપ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. બપોરે એક વાગે તેમની અંતિમ યાત્રા શરૂ થશે, જે રાજઘાટ સુધી જશે. ત્યાં મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
.
પક્ષ કે વિપક્ષ,અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા તમામ રાજકીય નેતાઓ
Views 63