સાબરકાંઠા…
રામાયણ સિરિયલ માં રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે અરવિંદ ત્રિવેદીએ લગભગ ૨૫૦ થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું જેથી તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતાં રામાયણ સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે હકિકતમાં મોટા રામ ભક્ત છે તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી ઉલ્લેખનીય છે કે ટીવી સીરિયલ ‘રામાયણ’ સૌથી લોકપ્રિય શો છે આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે આ સિરિયલમાં કામ કરનાર દરેક કલાકાર પ્રખ્યાત થયા હતા એટલું જ નહીં, લોકો વાસ્તવિક જીવનમાં પણ રામ અને સીતાની ભૂમિકા ભજવતા કલાકારોને રામ અને સીતા તરીકે ગણવા લાગ્યા આ સીરિયલમાં રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી…
અરવિંદ ત્રિવેદી (લંકેશ) મૂળ ઈડરના કુકડિયા ગામના વતની હતા આજે પણ તેમનો બંગલો ઈડર હિમતનગર રોડપર જોવા મળી જશે તેમણે તેમના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યો છે અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતા અરવિંદ ત્રિવેદી (લંકેશ) નાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં ભારતિય જનતા પાર્ટી નાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ઇડર વડાલી ધારાસભ્ય તેમજ અન્ય રાજકીય આગેવાનો સહિત (લંકેશ) નાં ચાહકો એ અરવિંદ ત્રિવેદી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર ને સાંત્વના આંપી પરિવાર પર આવિ પડેલા દુઃખ ને સહન કરવાની ભગવાન સકતી આપે અને અરવિંદ ત્રિવેદી નું નામ ચાહકો નાં દિલ માં હમેશા માંટે યાદ રહે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી…
રીપોર્ટર. મયુર ઉપાધ્યાય. સાબરકાંઠા
રામાયણ સિરિયલ માં રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી પસરી છે આજરોજ અરવિંદ ત્રિવેદી (લંકેશ) ને ઈડર કોલેજ ખાતે રાજકીય આગેવાનો પરીવાર અને લંકેશ નાં ચાહકો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી..
Views 136