અમેરિકાને ઝાટકો, ચીનની બાજુમાં દરિયામાં પરમાણુ સબમરીનમાં રહસ્યમય અકસ્માત

Views 113

તાઇવાન અને ચીનમાં યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે અમેરિકન નૌસેનાને મોટો ઝાટકો
અમેરિકાની પરમાણુ સબમરીન દક્ષિણ ચીન સાગરમાં અજાણી રહસ્યમય વસ્તુ સાથે ટકરાઇ
અમેરિકા એ કહ્યું કે આ અકસ્માતમાં 11 નૌસૈનિક ઘાયલ થયા.


તાઇવાન અને ચીનમાં યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે અમેરિકન નૌસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકાની ઝડપી પ્રહાર કરવામાં સક્ષમ પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન દક્ષિણ ચીન સમુદ્રમાં પાણીની નીચે અજાણી રહસ્યમય વસ્તુ સાથે ટકરાઇ. અમેરિકાએ ગુરૂવારના રોજ કહ્યું કે આ અકસ્માતમાં 11 નૌસૈનિક ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ દરમ્યાન અમેરિકન પરમાણુ સબમરીન આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતા અને પાણીની અંદર આ અકસ્માત થયો છે.

 

પોતાના એક સંક્ષિપ્ત નિવેદનમાં અમેરિકન નૌસેનાએ કહ્યું કે USS કનેક્ટીકટ પરમાણુ સબમરીનના અકસ્માત બાદ સ્થિર સ્થિતિમાં છે અને તેના પરમાણુ પ્લાન્ટને કોઇ નુકસાન થયું નથી. અમેરિકન નૌસેનાએ એ નથી કહ્યું કે આ અકસ્માત કયાં થયો છે પરંતુ USNI ન્યૂઝના મતે સાઉથ ચાઇના સીમાં આ અકસ્માત થયો છે. તેમાં કમ સે કમ 11 નૌસૈનિકો ઘાયલ થયાની માહિતી સામે આવી રહી છે.
ચીન તાઇવાન અને અન્ય પાડોશી દેશોને સાઉથ ચાઇના સીમાં આંખ દેખાડી રહ્યું છે. ચીનની આ દાદીગીરીને કાબૂમાં કરવા માટે નૌસેના સતત પોતાના એરક્રાફ્ટ કેરિયર અને પરમાણુ સબમરીનને આ વિસ્તારમાં મોકલી રહ્યું છે. આ અકસ્માત એવા સયમે થયો છે જ્યારે અમેરિકાએ તેના પર ચિંતા વ્યક્ત કરી છે કે ચીન તાઇવાનના પ્રત્યે યુદ્ધ જેવો માહોલ બનાવી રહ્યું છે.
અમેરિકન નેવીએ કહ્યું કે તેઓ એ મામલાની તપાસ કરી રહ્યા છે કે અકસ્માતનું કારણ શોધી શકાય. અંદાજે 353 ફૂટ લાંબી આ સબમરીનને 1988ની સાલમાં કમિશન કરાઇ હતી અને પેટ્રોલિંગ દરમ્યાન તેના પર હંમેશા ચાલક દળના 116 લોકો સવાર રહે છે. તેમાં 15 અધિકારી પણ હોય છે. આ પરમાણુ સબમરીન 40 ટારપીડો કે મિસાઇલ લઇ જઇ શકાય છે. આ રહસ્યમય અકસ્માત બાદ હવે અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે અને શંકાની સોય ચીન પર ઉઠી રહી છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *