ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત નાદુરસ્ત જણાઇ રહી છે. જેને લઇને દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. જ્યારે CM વિજય રૂપાણીએ અટલજીના સ્વાસ્થ્યને લઇને ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેમણે અટલજીના સ્વાસ્થ્યમાં સુધારો આવે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરવા કહ્યું છે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છેલ્લાં 9 સપ્તાહથી AIIMS માં દાખલ છે. છેલ્લાં 24 કલાકમાં દુર્ભાગ્યથી તેમની તબિયત વધુ બગડી છે. તેમની સ્થિતિ નાજુક છે અને તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. વાજપેયીને કિડનીની નળીમાં ઇન્ફેકશન, મૂત્રનળીમાં ઇન્ફેકશન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ બાદ 11 જૂનના રોજ AIIMSમાં દાખલ કરાયા. સૂત્રો અનુસાર તેમની તબિયત અત્યંત ગંભીર છે..
CM વિજય રૂપાણીએ અટલજીના સ્વાસ્થ્ય લઇને કરી પ્રાર્થના
Views 63