14મી લોકસભાના અધ્યક્ષ રહેલા અને 10 વાર સાંસદ તરીકે ચૂંટાયેલા સોમનાથ ચેટરજીનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા અને તેમનું ડાયાલિસિસ ચાલતું હતું. રવિવારે સવારે પણ ડાયાલિસિસ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારપછી તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી. એક સમયે ભારત સરકારના અમેરિકા સાથે કરવામાં આવેલા પરમાણુ સમજૂતીમાં સોમનાથ ચેટરજીએ પક્ષ વિરુદ્ધ જઈને મનમોહન સરકારને સમર્થન આપ્યું હતું અને તે કારણથી તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં પણ આવ્યા હતા.
એક વાર મમતા બેનરજી થી હાર્યા હતા સોમનાથ ચેટરજી
ચેટરજી 1968માં માકપા સાથે જોડાયા હતા. 1971માં તેઓ માકપાના સમર્થનથી અપક્ષ સાંસદ બન્યા હતા. તેઓ સૌથી લાંબા સમય સુઘી સાંસદ રહેનાર નેતાઓમાં સામેલ છે. તેઓ 10 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. માત્ર 1984માં તેઓ મમતા બેનરજીથી જાધવપુર સીટથી હાર્યા હતા. ત્યારપછી 1989થી 2004 સુધી તેમને સતત જીત મળી હતી. 2004માં તેઓ 14મી લોકસભાના 10મી વખત સાંસદ પસંદ થયા હતા. 1996માં તેમને શ્રેષ્ઠ સાંસદનો અવોર્ડ પણ મળ્યો હતો. સોમનાથ 2004માં બહુમતીથી લોકસભા અધ્યક્ષ બન્યા હતા. તેઓ આ પદ પર 2009 સુધી રહ્યા હતા.
વકીલ બન્યા પછી રાજકારણમાં આવ્યા સોમનાથ ચેટરજી
સોમનાથ ચેટરજીએ કોલકાતા અને બ્રિટનમાં અભ્યાસ કર્યો હતો. બ્રિટનમાં મિડલ ટેમ્પલમાંથી લોનો અભ્યાસ કર્યા પછી તેઓ કોલકાતા હાઈકોર્ટમાં વકીહલ બન્યા હતા. પરંતુ ત્યારપછી તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ એક પ્રખર વક્તા તરીકે લોકોની નજરમાં આવી ગયા હતા.
10 વાર સાંસદ તરીકે ચૂંટાયેલા સોમનાથ ચેટરજીનું 89 વર્ષની વયે નિધન
Views 63