અમદાવાદમાં ડિમોલિશન,મેઘાણીનગરમાં ભાજપના ની ઓફિસ બહારનું દબાણ હટાવાયું

Views 67

પાર્કિંગ સામે ચાલી રહેલી ઝુંબેશ અવિરત ચાલી રહી છે. જે અંર્તગત એસ્ટેટ શાખા દ્વારા મેઘાણીનગરમાં અસારવા બેઠકથી જીતેલા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં આજે મેઘાણીનગર, ઢાલગરવાડ, પ્રહલાહનગર ગાર્ડન જેવા વિસ્તારોના દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર ઝોનમાં 202 દબાણો દૂર થયા
ગઈકાલે ઉત્તર ઝોનમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત મેળવી ઠક્કરનગર વોર્ડના ચમકચૂનાથી લઇ ઠક્કરનગર બ્રીજ એપ્રોચ રોડ અને સૈજપુર વોર્ડના હીરાવાડી ચાર રસ્તાથી કૃષ્ણનગર ચાર રસ્તા તરફના જાહેર રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેની કામગીરી દરમિયાન 10 કાચા-પાકા બાંધકામો, 32 કોમર્શિયલ શેડ, 118 ઓટલાના તેમજ અન્ય માલ સામાનના 42 નંગ દૂર કરી કુલ 202 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠક્કરનગર, વસ્ત્રાલ, ગુલબાઇ ટેકરા, કાલુપુર, ઓઢવ, બાપુનગર જેવા વિસ્તારોમાંથી ઢોર પકડવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *