રાજસ્થાનના જયપુરની પાસે શનિવારે સવારે એક મોટો અકસ્માત બન્યો.
આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. પાંચ મૃતકો REETની પરીક્ષા આપવા માટે જઇ રહ્યા હકા. જ્યારે એક મૃતક વાહનચાલક છે. સ્થાનીય પોલીસ અનુસાર, સવારે 7 વાગ્યે બારાથી સીકર જઇ રહેલી ઈકોવેન અચાનક ટ્રકમાં જઇ ઘૂસી દઇ. આ ઈકોવેનમાં REETના 10 પરીક્ષાર્થીઓ સવાર હતા. બાઈપાસ પર ઈકોવેન ટ્રકમાં જઇ ઘૂસી. ઘટનામાં 6 લોકોના મોત થયા છે. દરેક મૃતકો રાજસ્થાન ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા આપવા માટે બારાથી સીકર જઇ રહ્યા હતા.
વેનમાં 11 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના લોકો રીટની પરીક્ષામાં સામેલ થવા માટે બારાથી સીકર જઇ રહ્યા હતા. રસ્તામાં કાર અનિયંત્રિત થઇને ટ્રકની પાછળ જઇ ઘૂસી. ટક્કર એટલી ભીષણ હતી કે 6 લોકોના મોત ઘટના સ્થળે જ થઇ ગયા. બાકીના 5 લોકોને મહાત્મા ગાંધી અને સવાઇ માનસિંહ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટ્વીટ
આ રોડ અકસ્માત પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ટ્વીટ કરી દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરી. તેની સાથે જ મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની વાત કહી છે.
ઊંઘ આવવાને લીધે ઘટના બની
ઘટના NH-12 નિમિડિયા મોડ પર બની. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. તો પાંચ લોકો ઈજાગ્રસ્ત છે. દરેક પરીક્ષાર્થી બારા જિલ્લાની આસપાસના છે. પોલીસે આ ઘટનાને લઇ તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતી તપાસમાં જાણ થઇ કે ડ્રાઈવરને ઊંઘ આવવાને લઇ આ ઘટના બની છે.
REETની પરીક્ષા 26 સપ્ટેમ્બરે બે સેશનમાં થવાની છે.જેના માટે 16 લાખ 22 હજાર 19 પરીક્ષાર્થીઓએ અરજી કરી છે. રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓ માટે ફ્રી બસ સેવાની પણ જાહેરાત કરી છે. રેલવેએ આના માટે 11 વિશેષ ટ્રેનો ચલાવવાની પણ સંમતિ આપી છે. રાજ્યમાં 3993 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.