કાલોલ તાલુકાના પ્રાથમિક શાળાના ધો.3 ના વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન માટે NIPUN BHARAT મિશનના અમલીકરણ હેતુથી બીટ નિરીક્ષક ગૌરાંગ જોશીના અધ્યક્ષ સ્થાને પગાર કેન્દ્ર કાલોલ કન્યાની માર્ગદર્શક બેઠક યોજાઈ.
જેમાં પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રીઓ, સી.આર.સી. કો.ઓર્ડીનેટર તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
FLN સંદર્ભે બીટ કેળવણી નિરીક્ષક એ જણાવ્યું હતું કે, શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન માટે NATIONAL INTIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY – NIPUN BHARAT મિશન લોન્ચ કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 મુજબ નિપુણ ભારત વિઝન અનુસાર વર્ષ – 2026- 27 સુધીમાં ધોરણ – 3 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરી તે માટેનું યોગ્ય વાતાવરણ શાળા કક્ષાએ નિર્માણ કરવામાં આવશે. FLN બાળકોનો લર્નીગ લોસનો લક્ષ્યાંક દૂર કરવા મદદરૂપ બનશે.
સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે ટુ વે પધ્ધતિ થી ચર્ચા કરવામાં આવી હતી. શૈક્ષણિક માર્ગદર્શન મિટિંગ ઉપસ્થિત,સહકાર આપનાર તમામને અર્ચનાબેન વ્યાસએ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર સંચાલન જગદીશ ભાઈ મકવાણાએ કર્યું હતું. મિટિંગ દરમિયાન કોવિડ – 19 તેમજ શિક્ષણ વિભાગની SOP ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.
અહેવાલ-ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન (FLN) માટે નિપુણ ભારત મિશનના અમલીકરણ માર્ગદર્શન મિટિંગ યોજાઈ.
Views 70