ભૂલ સુધારી:ગાંધીનગર જિલ્લા માર્ગ ખાતાએ ભૂલ ભરેલું દિશાસૂચક બોર્ડ સુધાર્યુ

Views 76

તંત્ર દ્વારા ભૂલ સુધારાઈ ન હોત તો સરપંચે બોર્ડ સુધારવાની તૈયારી રાખી હતી

દહેગામડાની જગ્યાએ દહેગામ લખી ઝલુન્દ્રા મોટાનો એરો ઝલુન્દ્રા મોટા તરફ દર્શાવ્યો

હેગામડાની બદલે  જિલ્લા માર્ગ ખાતાએ ભૂલ ભરેલું દિશા સૂચક બોર્ડ સુધારી દદહેગામ લખ્યું, ઝલુન્દ્રા મોટાનો એરો ઝલુન્દ્રા મોટા તરફ દર્શાવ્યો.
                  ગાંધીનગર માર્ગ ખાતા દ્વારા એક વર્ષથી દહેગામ તાલુકાના ઝાક ગામની ભાગોળે અંબાજી મંદિર પાસે દહેગામની જગ્યાએ દહેગામડા લખી તેમજ ઝલુન્દ્રા મોટાનો એરો વહેલાલ તરફ બતાવી ભૂલ ભરેલું દિશા સૂચક બોર્ડ મૂક્યું હતું.આ અંગે ઝાક ગ્રામ પંચાયત પણ અજાણ હતી.આ અંગે ‘ગાંધીનગર ભાસ્કર’ માં ગુરુવારે “દહેગામની જગ્યાએ દહેગામડા લખાયું,ઝલુન્દ્રા મોટાનો એરો વહેલાલ તરફ “ના મથાળા હેઠળ અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.આ અહેવાલને પગલે ગાંધીનગર જિલ્લા માર્ગ વિભાગ સ્થળ પર આવી પ્રેકટીકલી ભૂલ સમજી સુધારી હતી.

માર્ગ વિભાગે ઝાક ગામમાં ભૂલ ભરેલા બોર્ડ પર આવી દહેગામડાના લખાણમાથી “ડા” કાઢી દહેગામ કર્યું તેમજ ઝલુન્દ્રા મોટાનો એરો ખોટી દિશા મા જમણી તરફ જે વહેલાલ તરફ માર્ગ બતાવતો હતો તે સુધારી સાચી ઝલુન્દ્રા મોટાની સાચી દિશા તરફ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝાક એ દહેગામ તાલુકામાં આવ્યું છે અને દહેગામ તાલુકા મથક ઝાકથી 12 કિમિ દૂર છે જેને ભૂલથી દહેગામડા દર્શાવ્યું હતું.દહેગામડા ઝાકથી 60 કિમિ દૂર નાનકડું ગામ છે.જ્યારે ઝલુન્દ્રા મોટા ઝાકથી 5 કિમિ દૂર છે છતાં તેનો એરો વહેલાલ તરફ દર્શાવ્યો હતો.

                 આમ બે ભૂલોથી લોકો હેરાન થતા જિલ્લા ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દોડી આવી ભૂલ સુધારી હતી.ભૂલ ભરેલા બોર્ડથી ઝાક ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયત અજાણ હતા.અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સરપંચ સુહાગભાઈ પંચાલે જો માર્ગ ખાતું સાંજ સુધીમાં ભૂલ ના સુધારે તો અજાણ્યા વાહન ચાલકોના હિતમા સ્વયં ભૂલ સુધારવા તૈયારી રાખી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *