આણંદ: ફોટોગ્રાફર, વકીલ અને ડોક્ટરે યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

Views 128

              આણંદ જિલ્લામાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમા એક યુવતીને બ્લેકમેલ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાની યુવતી સાથે પરિચય કેળવી ફોટોગ્રાફર, વકીલ અને ડોક્ટરે ભેગા મળીને યુવતીનાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે આણંદનાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, સમાજમાં પ્રતિસ્થિત ગણાતા તબીબ અને વકીલ દુષ્કર્મ કરવાનાં આરોપમાં ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આણંદ જિલ્લાનાં એક ગામમાં રહેતી યુવતી આજથી ચાર વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને ફોટોગ્રાફર પાસે પોતાનાં ફોટાઓ પડાવ્યા હતા આ ફોટાઓ મેળવવા માટે યુવતીએ આણંદનાં સંદીપકુમાર ચંદ્રશેખરને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને ત્યારબાદ સંદિપએ યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને યુવતીને અકસ્માત થતા સંદિપે 8 હજાર રૂપિયાની મદદ પણ કરી હતી, અને દોઢ વર્ષ બાદ સંદીપે યુવતી સાથે અન્ય સાથે સંબધો હોવા બાબતે ઝધડો કર્યો હતો અને તેણીની પાસે તાત્કાલીક આપેલા પૈસા પરત માગ્યા હતા. ત્યાર બાદ યુવતીએ તેને પૈસા પરત આપી સંદીપ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું તેમ છતાં સંદિપ અવારનવાર યુવતીને રસ્તામાં મળીને હેરાન કરતો હતો.
આ ઘટના બાદ એક દિવસ યુવતી આણંદનાં એસટી બસ સ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે તેણીનાં મોબાઈલમાં અમદાવાદનાં પ્રધ્યુમન ગોહીલે ફોન કર્યો હતો અને પોતે એડવોકેટ તરીકે ઓળખ આપી હતી અને નોકરીની જરૂર હોય તો કહેજે તેમ કહી મિત્રતા કરી હતી. ત્યારબાદ યુવતીએ સંદિપ પોતાની પાસે પૈસાની માંગણી કરી હેરાન કરતો હોવાની વાત પ્રધ્યુમનને કરી હતી. જેથી પ્રધ્યુમને સંદિપને કોન્ફરન્સમાં લઈને પૈસા આપી દઈશ તેમ કહેતા સંદિપે યુવતીને હેરાન કરવાનું બંધ કરી દીધુ હતું.
ત્યારબાદ એડવોકેટ પ્રધ્યુમન ગોહીલએ યુવતીને ફોન કરી જણાવેલ કે મે તારા વતી સંદીપને રૂપીયા આપી દીધા છે તો તારે હવે મને મળવું જોઇએ તેમ કહી યુવતીને હોટલમાં મળવા બોલાવીને તારા વતી સંદીપને રૂપીયા આપેલ છે જે મારે જોઇતા નથી તેમ કહી યુવતી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને એડવોકેટ પ્રધ્યુમન ગોહીલે શરીરસબંધ બાંધતી વખતે મોબાઈલમાં તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ પ્રધ્યુમન ગોહીલે યુવતીને ફરીવાર હોટલ આવવાનું કહેતા યુવતીએ આવવાની ના પાડતા તેણે અગાઉ ઉતારેલો વિડીયો વાયરલ કરી દેવાની ધાક-ધમકી આપી હતી, જેથી યુવતી વિડીયો વાયરલ થવાની બીકે હોટલમાં જતા જયાં યુવતીનાં કપડા કા્ઢી નાખી મોબાઇલમાં ફરી નગ્ન હાલતના ફોટા પાડી લીધા હતા અને તે વખતે અચાનક હોટલની રૂમના બાથરૂમમાંથી સંદિપ બહાર નીકળી યુવતીનો વિડીયો ઉતારવા લાગ્યો હતો જેથી યુવતી તાત્કાલીક કપડા પહેરી ત્યાંથી નીકળી ગઈ.

આ ઘટના બાદ ફોટોગ્રાફર સંદીપે યુવતીને ફરી કોલ કરી નગ્ન ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી પોતાનાં ઘરે મળવા બોલાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સંદિપે અવાર નવાર યુવતીને બોલાવી દુષ્કર્મ આચરતો હતો.
તો બીજી તરફ યુવતીની માતા બિમાર થતા યુવતી માતાને લઈને વ્હેરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા ગઈ ત્યારે ડૉ.મેહુલ પ્રજાપતીએ યુવતીની માતાની સારવાર કરી હતી અને ત્યારબાદ ડૉ.મેહુલે યુવતીનાં મોબાઈલ પર મેસેજો કરતા યુવતીએ ડોકટર મેહુલનો નંબર બ્લોક કરી દીધો. જો કે ડૉ.મેહુલ પ્રજાપતીએ બીજા નંબરથી વ્હોટસએપ પર યુવતીનાં નગ્ન ફોટા મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી અને વ્હેરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળવા માટે બોલાવી હતી અને એક રૂમમાં લઈ જઈ તેણી સાથે શારીરીક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું.
બ્લેકમેલ કરી યુવતી સાથે ત્રણ જણા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ આ બનાવ અંગે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીઓ અમદાવાદનાં એડવોકેટ પ્રધ્યુમનસિહ, આણંદનાં ફોટોગ્રાફર સંદિપ અને ડોકટર મેહુલભાઇ પ્રજાપતિની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *