ઈંગ્લેન્ડ:અલગ બેડરૂમ, ડિઝાઈનર કપડાં, અને ગાડી! લક્ઝરી લાઈફ જીવે છે આ 2 કબૂતર, દર મહિને 40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે

Views 169

  • મેગી જ્હોન્સન 2 કબૂતરો પર દર મહિને 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે

  • મેગી આ કબૂતરોની શોપિંગ, ફૂડ અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે

    મેગી આ કબૂતરોની શોપિંગ, ફૂડ અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે.તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવડાવે છે.કબૂતરો માટે અલગ બેડરૂમ પણ છે. - Divya Bhaskar
    મેગી આ કબૂતરોની શોપિંગ, ફૂડ અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે.તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવડાવે છે.કબૂતરો માટે અલગ બેડરૂમ પણ છે.
                       કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓને ઘણો પ્રેમ કરતા હોય છે. તેમને સારી સુવિધાઓ અને ભોજન આપે છે. ઈંગ્લેન્ડના લિંકનશાયરમાં રહેતી મેગી જ્હોન્સન પણ તેમાંથી એક છે. તે તેના 2 કબૂતરો પર દર મહિને 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે. એટલું જ નહીં તેના કબૂતર પણ ઘણા ફેશનેબલ છે અને લક્ઝરી લાઈફ જીવે છે. તેમનું વોર્ડરોબ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
                                                             કબૂતરો લક્ઝરી લાઈફ જીવે છે
    મેગી જ્હોન્સન પશુ-પક્ષીઓને ઘણો પ્રેમ કરે છે. તેને થોડા સમય પહેલા 2 ઘાયલ કબૂતરો મળ્યા હતા. તે તેને ઘરે લઈ આવી અને કબૂતરોની ઘણી સંભાળ રાખી. બાદમાં તેણે આ કબૂતરોનું નામ સ્કાય (Sky) અને મૂસ (Moose) રાખ્યું. તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવડાવે છે અને તેમના પર હજારો રૂપિયા ખર્ચ કરે છે.
                                                             અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા
                       મેગી આ કબૂતરોની શોપિંગ, ફૂડ અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. કબૂતરોનું વોર્ડરોબનું કલેક્શન પણ સારું છે. જેમાં કબૂતરોના સુંદર ડિઝાઇનર ડ્રેસ છે. તે અત્યાર સુધીમાં આ કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચ કરી ચૂકી છે.
                                                 દરરોજ ફરવા લઈ જાય છે
    મેટ્રો યુકેના એક રિપોર્ટ અનુસાર, 23 વર્ષીય મેગી કબૂતરોની સંભાળને લઈને ઘણી સાવધાની રાખે છે. તે તેમના આરામની સંપૂર્ણ કાળજી રાખે છે. તે તેમને નિયમિત બહાર ફરવા પણ લઈ જાય છે. તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ મેગીએ આ કબૂતરો માટે અલગ બેડરૂમ પણ બનાવ્યા છે. તેમના માટે સોફ્ટ રમકડાં છે જેથી કબૂતરો તેમની સાથે રમી શકે.
                                        ઘાયલ હાલતમાં મળ્યા હતા
    મેગીને આ બંને કબૂતર ઘાયલ હાલતમાં ક્યાંક પડેલા મળ્યા હતા. ત્યારથી તે આ કબૂતરોની સંભાળ રાખી રહી છે. તેને ઘણા સપ્તાહ સુધી ટ્યુબની મદદથી ખાવાનું ખવડાવ્યું. તેમાંથી મૂસ નામના કબૂતરને માત્ર એક આંખ છે. મેગી જણાવે છે કે આવી પરિસ્થિતિમાં તેના માટે બહાર ઉડવું સલામત નથી. મેગી પાસે આવી જ રીતે રેસ્ક્યુ કરવામાં આવેલો કૂતરો પણ છે.

    HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *