5 વર્ષની બાળકી પર બળાત્કારના ગુનામાં ગુજરાતમાં સૌથી ઝડપી ઐતિહાસિક ચુકાદો 

Views 138

પાંચ જ દિવસની ટ્રાયલ પછી કોર્ટે બળાત્કારીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

12મી ઓક્ટોબરે ઘટના બની 11મી નવેમ્બરે ચૂકાદો આવી ગયો

બાળકીને ન્યાય અપાવા માટે કોર્ટની કાર્યવાહી રાત્રે 12-12 વાગ્યા સુધી ચાલી

સુરત જિલ્લા સેશન્સ કોર્ટે આજે જાહેર કરેલા એક ઐતિહાસિક ચૂકાદામાં પાંચ વર્ષની માસુમ બાળાનું તેના ધર પાસેથી અપહરણ કરી બળાત્કાર ગુજરાવા તેમજ તેંણીને ગળુ દબાવી મારી નાંખવાના ગુનામાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. સુરતના સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ગત તા. ૨૧મી ઓક્ટોબરના બનાવમાં કોર્ટે ફકત છ દિવસની ટ્રાયલ(સુનાવણી)ને અંતે આરોપીને કોર્ટે સજા ફટકારી છે. આ માટે ગત તા. ૨૮મીના રોજ એક દિવસ કોર્ટ કાર્યવાહી રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રખાઈ હતી.
આ સમગ્ર ચકચારી કેસમાં ગત મહિને તા.12મીના રોજ એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળા પોતાના ઘર પાસે અન્ય બે બાળકો સાથે રમતી હતી એ સમયે આરોપી બે બાળકોના પિતા હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદ ( કેવટ ) ( ઉ.વ.38)એ બાળાને મોસંબી અને જયુસ (ફ્રૂટ સલાડ) તથા સમોસા ખવડાવાની લાલચ આપીને જીઆઈડીસીના બાવળની ઝાડી ઝાંખરા વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં જઈ બાળા સાથે જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ પાપ છૂપાવા માટે ગળુ દબાવી બાળાને મારી નાંખવાની પણ કોશિષ કરી ફરાર થઈ ગયો હતો.
બનાવ બાદ પરિવારે સવારે દસથી બાર વાગ્યા સુધી તપાસ કરવા છતાં તેંણી નહીં મળતા આખરે પોલીસને જાણ કરાતા પોલીસે સમય સૂચકતા વાપરી એક સાથે દસ ટીમ બનાવી બાળાની તપાસ શરૃ કરી હતી. સી.સી.ટી.વી. ફૂટેજને આધારે એક ફેકટરીના વોચમેને બાળકી સાથે એક વ્યક્તિ ઝાડી તરફ ગયો હોવાનું જણાવતા પોલીસે ઝાડી ઝાંખરામાં તપાસ શરૃ કરતા બાળકીનો રડવાનો અવાજ આવતા તેણીને શોધી કાઢી હતી.
ગુનો બન્યાના એક મહિનાના સમયમાં અને કોર્ટની ટ્રાયલના ફકત છ દિવસના અંતે આજે જાહેર થયેલા ચૂકાદામાં વધારાના સત્ર ન્યાયાધિષ અને ખાસ પોકસો જજ પી.એસ. કાલાએ આરોપીને વિવિધ કલમ હેઠળ આજીવન કેદ એટલે કે, હવે પછીની કુદરતી બાકીની જિદંગીના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.
બાળાને જિદંગીભર નહીં ભૂલાય એવી અસરઃ કોર્ટ

ઐતિહાસિક કેસના ચૂકાદામાં જજ પી.એસ. કાલાએ નોંધ્યું હતું કે, આરોપીના કૃત્યને કારણે બાળાના જાતિય અંગ તેમજ ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. આ ઈજાઓ જિદંગીભર ભૂલાય એવી નથી. તેંણીના કુમળા માનસને પણ ગંભીર અસર પહોંચી છે ત્યારે બનાવ બાળા ભૂલી શકશે નહીં. આ સંજોગોમાં આરોપીને કડક સજા અનિવાર્ય છે.
ગંડા (ગંદા) અંકલ મને લઈ ગયા હતા

કેસમાં ખાસ સરકારી વકીલ તથા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, નિર્દોષ બાળાએ બનાવ બાદ આરોપીના ફોટાને એળખી બતાવ્યો છે તેમજ આ ગંડા (ગંદા) અંકલ પોતાને લઈ ગયા હોવાનું ચાઈલ્ડ વેલ્ફેર કમિટી તેમજ જજ સમક્ષ પણ નોંધાવેલા નિવેદન સાથે પોલીસ તપાસના પુરાવા પણ સમર્થન કર્તા હોવાનું જણાવ્યું હતું. .
બાળાને ગુપ્તાંગના ભાગે પાંચ ટાંકા લેવા પડયા

ઝાડીમાંથી મળી આવ્યા બાદ બાળાના ગુપ્તાંગમાંથી લીહી નીકળી રહ્ય્ું હતું અને જો સમયસર સિવિલ નહીં લઈ જવાતે તો બાળાને બચાવવી મુશ્કેલ હોત. જો કે, સિવિલમાં પણ તત્કાળ સારવાર શરૃ કરતા બાળાના ગુપ્તાંગના ભાગે નીકળતા લોહીને અટકાવા માટે પાંચ ટાંકા લેવા પડયા હતા. જયારે ગળાના ભાગે પણ ગળુ દબાવાની કોશિષમાં આરોપીના નખ તેંણીને ગળામાં ધૂસી ગયા હતા.
ઘટનાથી ત્વરિત ચુકાદા સુધીનો ઘટનાક્રમ

– બનાવ તા. 12-10-21
– આરોપીની અટક તા.13-10-21
– તા.22-10-21 ચાર્જશીટ ફ્રેમ (દસ દિવસમાં)
– તા.26થી 29 સુધી પુરાવાની પ્રક્રિયા સમાપ્ત
– તા. 10-11-21ના રોજ વેકેશન બાદ સરકાક પક્ષનો જવાબ રજૂ
– તા. 11-11-21ના રોજ ચૂકાદો
– બનાવના કુલ 29 દિવસમાં જ ચૂકાદો
પોલીસે દસ ટીમ બનાવી કાર્યવાહી કરી

પોલીસે બાળાની તપાસ માટે દસ ટીમ બનાવી હતી. એ.સી.પી. જય પંડયા તેમજ પી.આઈ. જે. પી. જાડેજા તથા પી.એસ.આઈ. જે.બી. મોરસાણીયાએ તપાસનો ધમધમાટ શરૃ કરતા વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ પણ ખંખોળ્યા હતા. અન્ય બે વ્યક્તિએ પોલીસના વિડિયોમાં દેખાતી વ્યક્તિ તેમના વિસ્તારમાં રહેતી હોવાની બાતમી આપી હતી. જેને આધારે પોલીસે તેની અટક કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
સજા સાંભળ્યા પછી આરોપીના ચહેરા ઉપર પૃાતાપના કોઈ ભાવ નહીં દેખાયો

આજે જાહેર થયેલા ઐતિહાસિક ચૂકાદા દરમિયાન આરોપી કોર્ટમાં ચુપચાપ ઊભોરહ્યો હતો. તેના ચહેરા ઉપર પૃાતાપના કોઈ ચિન્હો દેખાયા ન હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીએ પોતે એક માત્ર પોતે ગુનેગાર નહીં હોવાનું રટણ કર્યું હતું. જયારે પોલીસ તપાસ દરમિયાન પણ તે સહકાર આપવાને બદલે ગોળ ગોળ ફેરવતો હતો. જોકે, રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિક્રન્ટ્રક્શન કરતી વેળા તેની હવા નીકળી ગઈ હતી.
બનાવના સ્થળેથી આરોપીનો અંડરવેર અને ચપ્પલ મળ્યા

બળાત્કાર બાદ બાળકીનું ગળુ દબાવી તેંણી રડવા માંડતા આરોપી ભાગી ગયો હતો. પરંતુ ભાગી જવાની ઉતાવળમાં પોતાનું અંડર વેર, ટીફીન અને એક ચપ્પલ ત્યાં છોડી ગયો હતો. આ તમામ પુરાવાઓ કેસમાં અત્યંત મહત્વના સાબિત થયા હતા. ઉપરાંત બાળકીની તપાસમાં બળાત્કાર થયો હોવાનો તબીબોએ આપેલો રિપોર્ટ અને તેમની સમક્ષ બાળકીએ કરેલી વાતો પણ સમગ્ર કેસમાં મહત્વની પુરવાર થઈ હતી.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *