3700થી વધુ શ્વાન દ્વારા બચકાં ભરવાના કેસો
છેલ્લા સાત દિવસમાં 2૦૦થી વધુ કેસો સામે આવ્યા
શ્વાનના ખસીકરણમાં પણ મનપામાં કૌભાંડ
રાજકોટમાં ભાજપના દંડકે માંગેલી માહિતીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં રાજકોટમાં 11 માસમાં 37૦૦થી વધુ શ્વાન દ્વારા બચકાં ભરવાના કેસો સામે આવ્યા છે. જેમાં છેલ્લા સાત દિવસમાં 2૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે શ્વાનના ખસીકરણમાં પણ મનપા કૌભાંડ કરી રહી છે. નહીતો શ્વાનનો વધારો કેમ થાય?

11 માસમાં 3714 કેસ શ્વાનના બચકાં ભરવાના નોંધાયા
રાજકોટમાં તાજેતરમાં મનપાની જનરલ બોર્ડ મીટીંગમાં શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા પ્રશ્ન પૂછ્યો હતો કે રાજકોટમાં છેલ્લા 11 માસમાં શ્વાન દ્વારા બચકાં ભરવાના કેટલા કેસો આ આવ્યા છે. જેમાં મનપાના અધિકારી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે છેલ્લા 11 માસમાં 3714 કેસ શ્વાનના બચકાં ભરવાના નોંધાયા છે. તેમજ શ્વાનથી રાજકોટ વાસીઓ પરેશાન છે. મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે શ્વાન પકડવા પર હાઇકોર્ટે મનાઈ હુકમ કર્યો છે. જેથી ખસીકરણ અને વેક્સિન આપવામાં આવે છે.
શ્વાનનો રાજકોટ શહેરમાં વધરો કેમ થયો
તો બીજી બાજુ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જેમાં શ્વાનને આપવામાં આવતા વેક્સિનમાં પણ કૌભાંડ આચરવામાં આવે છે. જો મનપા શ્વાનનું ખસીકરણ કરતી હોય તો શ્વાનનો રાજકોટ શહેરમાં વધરો કેમ થયો મોટો સવાલ છે. ત્યારે તેમાં પણ શાસક પક્ષો દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

શ્વાનના આતંકથી મુક્તિ ક્યારે મળશે?
ઉલ્લેખનિય છે કે લોકોમાં ચર્ચા છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો રાજકારણ કરતા હોય છે. પણ સવાલ છે રાજકોટની આમ જનતાનો તેમને આ શ્વાનના આતંકથી મુક્તિ ક્યારે મળશે. કારણકે અનેક લોકો આ શ્વાનના આતંકથી ભયભીત છે.