પાટણ હાઇવે ઉપર આવેલ મેલસુન નજીક આજે એક જીપડાલા સાથે અચાનક કાર અથડાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારનું જાનહાની ટળી હતી, બન્ને વાહન ચલાકો ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. “ધડાકા સાથે બન્ને વાહનો ટકરાતા આજુબાજુના લોકો ધડાકાનો અવાજ સાંભળી ટોળેટોલા જવા માટે ઉમટ્યા હતા. જોકે હુન્ડાઈ ની ક્રેટા ગાડીમાં સીટની બાજુમાં વિદેશી બનાવટ ની ઈંગ્લીસ દારૂ ની બોટલ જોવા મળી હતી. આ રીતે ખુલ્લેઆમ દારૂ પીને ગાડી ચલાવતા તત્વો બીજાની ગાડીને ઠોકી દે ત્યારે તંત્ર આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ કરતી નથી